- 62 વર્ષીય આધેડે કરી આત્મહત્યા
- તાપી નદીમાં કુદકો મારી કરી આત્મહત્યા
- આધેડ કેન્સરની બિમારીથી પીડિત હતા
સુરતઃ કાપોદ્રા વિસ્તરમાં રહેતો 62 વર્ષીય રજનીકાંત ચૌધરીએ કેન્સરની બીમારીથી કંટાળી તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. તેમજ ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

કોઈને કહ્યા વગર વહેલી સવારે ઘરેથી નીકળી ગયા
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ નગરમાં રહેતો મૂળ માંડવીનો વતની 62 વર્ષીય રજનીકાંત ચૌધરી પરિવારમાં કોઈને કહ્યા વગર વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા.
આ પણ વાંચોઃ દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આધેડે ઘરેથી નિકળ્યા બાદ બપોરે 12 વાગ્યાના અરસામાં કાપોદ્રા સિદ્ધકુટિર ઓવરા ખાતે તાપી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રજનીકાંત ચૌધરી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેથી તાપી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.