- કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીની ઓડિયો ક્લિપ સામે આવી
- ઓડિયો ક્લિપ વાયરલ થતાં સુરતનું રાજકારણ ગરમાયું
- તમારી પાસે પુરાવા હોય તો જણાવોઃ તુષાર ચૌધરી
સુરતઃ વૉર્ડ નંબર 17માં કોંગ્રેસ દ્વારા સિટિંગ કોર્પોરેટર નિલેશ અને ધીરજ લાઠીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ સ્થાનિક કાર્યકરોએ ધીરજ લાઠીયાનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ ઉમેદવાર બદલવાની માંગણી પણ કરી હતી અને પ્રદર્શનો થયા હતા.
ઓડિયો ક્લિપમાં તુષાર ચૌધરી કાર્યકર સાથે વાતો કરી રહ્યા છે
પ્રદર્શનકારીઓએ ઉમેદવાર પર ગેરકાયદે ઉઘરાણીના આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીને કોંગી કાર્યકરોએ કોલ કરીને ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆતની ઓડિયો ક્લિપ હાલ સામે આવી છે. ક્લિપમાં તુષાર ચૌધરી કાર્યકર સાથે વાતો કરી રહ્યા છે. તે જણાવે છે કે, નિલેશની ટિકિટ કાપી હોય તો બોલો ધીરજ લાઠીયાની ટિકિટ બદલવામાં આવશે નહીં. કાર્યકરે જણાવ્યું છે કે, ધીરજ એ વૉર્ડમાંથી પૈસા ઉઘરાણા કરે છે. તુષાર ચૌધરીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, તમારી પાસે પુરાવા હોય તો જણાવો, નિલેશ કોંગ્રેસનો માણસ નથી. ધીરજ લાઠીયા કોંગ્રેસનો માણસ છે, તેની ટિકિટ કપાશે.
મેં કહ્યું ટિકિટ કપાય નહીં : તુષાર ચૌધરીએ
ઓડિયો સામે આવતા જ કોંગ્રેસમાં વિવાદનું વંટોળ સર્જાયો છે. જોકે, ઓડિયો બહાર આવતાની સાથે સમગ્ર પ્રકરણમાં તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, બન્ને ઉમેદવારોને ટિકિટ જાહેર થઇ છે. જે લોકોને ટિકિટ જોઈતી હોય તેમનું કહેવું છે કે, તેમની ટિકિટ કાપીને અમે કહીએ તેને ટિકિટ આપો. તુષાર ચૌધરીએ જણાવ્યું ટિકિટ કપાય નહીં. એ લોકોએ ફોન કરી તેનું રેકોર્ડિંગ કરીને તેને વાયરલ કર્યું છે. તેનો કોઈ મતલબ નથી. કેટલાક લોકો ભાજપના કહેવા પર ચૂંટણીનું વાતાવરણ ડહોળવા માટે આવું કરી રહ્યા છે. જેને ટિકિટ ન મળી હોય તે લોકો આવું કામ કરી રહ્યા છે.
કોંગ્રેસમાં વર્ગ-વિગ્રહ કરવા માટે આ સમગ્ર કાવતરું
ઓડિયો સામે આવતા નિલેશએ જણાવ્યું છે કે, કોંગ્રેસમાં વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું છે. તુષાર ચૌધરી અમારી સાથે છે અને ભાજપના લોકો દ્વારા ઓડિયો જાણી જોઈને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે.