ETV Bharat / city

National Masters Athletics In Varanasi: સુરતના 92 વર્ષીય દાદાએ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો - સીનીયર સીટીઝનના ગ્રુપ

સુરતના રિટાયર્ડ બેન્ક અધિકારી હરેશભાઇ દેસાઈએ 92 વર્ષમાં વારાણસી ખાતે યોજાયેલી ત્રીજી (National Masters Athletics In Varanasi) નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2021માં (National Masters Athletics Championships 2021) હેમર થ્રો અને 100 મીટર રનિંગમાં ગોલ્ડ મેડલ અને શોટ પુટના સિલ્વર મેડલ જીત્યા છે.

National Masters Athletics In Varanasi: સુરતના 92 વર્ષીય દાદા નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા

author img

By

Published : Dec 27, 2021, 12:37 PM IST

સુરત: સુરત શહેરના 92 વર્ષીય દાદાએ સુરતનુ નામ દેશભરમાં કરી દીધું છે, આ ઉમરમાં પણ તેઓએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. રિટાયર્ડ બેન્ક અધિકારી હરેશ દેસાઈએ 92 વર્ષમાં વારાણસી (National Masters Athletics In Varanasi) ખાતે યોજાયેલી ત્રીજી નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2021માં (National Masters Athletics Championships 2021) હેમર થ્રો અને 100 મીટર રનિંગમાં ગોલ્ડ મેડલ અને શોટ પુટના સિલ્વર મેડલ જીત્યા છે.

92 વર્ષીય દાદા નેશનલ માસ્ટર્સ એથ્લેટીક્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા

કોલેજ કાળથી જ રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા

92 વર્ષની જૈફ વયે પણ તેઓ એકદમ તંદુરસ્ત અને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે તેવું સ્વાસ્થ્ય ધરાવે છે, તેમની જૈફ વયે તંદુરસ્તી, સ્પોર્ટ્સમેન તરીકેની કાર્યક્ષમતા સમાજના અન્ય લોકોને એક ઉમદા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. હરેશ દેસાઈ કોલેજ કાળથી જ રમત-ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, બેડમિન્ટનમાં ઇન્ટરસ્ટેટ સુધી રમ્યા છે. ઈનડોરની સાથે આઉટડોર ગેમ પણ રમ્યા હતા. હોકી, વોલિબોલ વગેરે રમતો પણ તેઓ રમતા હતા. 1960માં બેંકની નોકરી શરૂ કરી, 1991માં રિટાયર થયા બેંકની નોકરીના સમયગાળામાં રમતથી થોડા દૂર રહ્યા પણ 1968થી રમત સાથે સતત સંકળાયેલા રહ્યા.

મલેશિયામાં પણ જીતી ચુક્યા છે

શોટ પુટ, હેમંર થ્રો અને ડિસ્ક થ્રો વગેરે લેવલની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સ્ટેટ લેવલની આ તમામ સ્પર્ધાઓ થતી સ્ટેટની સાથે નેશનલમાં પણ સતત ભાગ લેતા રહ્યા છે. વર્ષ 2010માં સીનીયર સીટીઝનના ગ્રુપમાં (Group of Senior Citizens) આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં સિલેક્શન થયું હતું. મલેશિયામાં સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ત્રીજો નંબર આવ્યો હતો. વર્ષ 2012માં નેશનલ સ્પર્ધામાં ત્રીજો નંબર 2016 -17મા નેશનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, આ તમામ સ્પર્ધા હેમર થ્રો ની હોય છે. ૩૫ વર્ષની ઉપર દરેક 5 વર્ષના વયજૂથમાં આ સ્પર્ધા યોજાઈ છે, જે સિનિયર સિટીઝન માટેની સ્પર્ધા (Competition for Senior Citizen) કહેવાય છે. તાજેતરમાં બનારસ ખાતે સ્પર્ધા (Competition for Senior Citizen at Benaras) યોજાઇ હતી, જેમાં શોટ પુટ, હેમર થ્રો, અને 100 મીટરની સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.

રોજે અડધો કલાક એક્સરસાઇઝ કરે છે

92 વર્ષીય હરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, બનારસ ખાતે આયોજિત નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નેવું વર્ષથી ઉપરના લોકો સાથે તેમની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં દેશભરના 6 લોકો આ કેટેગરીમાં હતા, તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ સ્તર, રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તરમાં મેડલ મેળવી ચુક્યાં છે. રોજ અડધો કલાક એક્સરસાઇઝ કરે છે, તેમને લોકોને મેસેજ આપ્યો કે, તેઓ પણ શારીરિક રીતે એક્ટિવ રહે.

આ પણ વાંચો:

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

Surat Sweepers Honor Ceremony 2021 : સુરતમાં પાટીલે સફાઈ કામદારોને આપ્યો ટાર્ગેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.