ETV Bharat / city

મુંબઈનો આરવ પટેલ સુરતમાં આયશા પટેલ બની ગઇ - Gender change surgery in Surat

સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ એક પુરૂષ તરીકે જન્મેલ વ્યક્તિ બે, ત્રણ નહી પરંતુ દસ સર્જરી કરાવીને સ્ત્રી બની ગઇ છે. આરવની તસવીર અને આયશાની તસવીર જોઈ કોઈને પણ લાગશે નહીં કે આ બંને તસવીર એક જ વ્યક્તિની છે.સુરતમાં પ્રથમવાર આવી સર્જરી થઈ છે જેમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે.

મુંબઈનો આરવ પટેલ સુરતમાં આયશા પટેલ બની ગઇ

author img

By

Published : Aug 31, 2021, 1:57 PM IST

  • આરવ પટેલે 20 લાખ રૂપિયાના ખર્ચે 10 સર્જરી કરાવી છે પુરુષમાંથી મહિલા બનવા
  • આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે પરંતુ તે અંદરથી એક મહિલા છે
  • ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી

    સુરત : મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે 20 લાખ રૂપિયાના ખર્ચે 10 સર્જરી કરાવી છે જેથી તે પુરુષમાંથી મહિલા બની શકે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે. આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને છોકરાઓની જગ્યાએ છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમતા હતાં. તેને ઢીંગલીઓ વધારે ગમતી હતી. નાનાપણમાં ખબર ન હતી કે તેને આવું શા માટે થઈ રહ્યું છે. પરિવારે તેના લગ્ન પણ બળજબરીથી એક યુવતી સાથે કરાવી તો દીધા પણ આખરે તેને છૂટાછેડા લેવા પડ્યાં હતાં. આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે પરંતુ તે અંદરથી એક મહિલા છે. આજ કારણ છે કે તેણે સુરતની એક હોસ્પિટલમાં મહિલા બનવા માટે સર્જરી કરાવી હતી.

    છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ

    આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધાં હતાં. ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી મહિલા બનવાની સંમતિ આપી હતી. આરવ પટેલ એટલે આયશા પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી કે તેને છોકરાઓને ગમતી વસ્તુ નહીં પરંતુ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારી અંદર એક મહિલા છે. મેં મારા પતિ સાથે વાત કરી અને પછી અમે નક્કી કર્યું કે હવેથી હું એક મહિલા બની જઈશ. હું ખૂબ જ ખુશ છું કે મેં જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થયું છે અને હું સંપૂર્ણપણે સ્થાયી જીવન જીવી રહી છું. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું.
    એક પુરૂષ તરીકે જન્મેલ વ્યક્તિ બે, ત્રણ નહી પરંતુ દસ સર્જરી કરાવીને સ્ત્રી બની ગઇ

    રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી થાય છે

    સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય તેવી સર્જરી કરાવી છે. અત્યાર સુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી. ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી.પેનેલમાં શામેલ પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરનો અર્થ છે કે આપણે નિયમિત રીતે એક પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનાવવાની સર્જરી. પરંતુ, બોટમ સર્જરી એટલે કે સેક્સ ચેન્જ માટેની છેલ્લી સર્જરી, અમે સુરતમાં પહેલીવાર કરી છે. સર્જરીમાં મોટા આંતરડામાંથી યોનિમાર્ગ બનાવવા માટે રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી થાય છે. સૌ પ્રથમ આપણે તેની બ્રેસ્ટ સર્જરી કરીએ છીએ.જેમાં સ્તન બનાવવામાં આવે છે અથવા જો તે સ્ત્રી હોય, તો તેના સ્તનને દૂર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. નાની સર્જરીઓ પણ છે જે તેને સંપૂર્ણપણે રૂપાંતરિત કરવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ જીવન અને વિચારોમાં સકારાત્મકતા અને સંતોષ લાવી શકે છે હૉબી

આ પણ વાંચોઃ લિંગ પરિવર્તન કરાવ્યું હોય તો શાળા-કૉલેજના રેકોર્ડમાં નામ સુધારી શકાશે: હાઈકોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.