સુરત : મહારાષ્ટ્રમાં 150 કરોડના જીએસટી ચોરીમાં (GST evasion case 2022) સંડોવાયેલી મહિલાની સુરતથી ધરપકડ (Mumbai GST Team Arrest Surat Woman) કરવામાં આવી હોવાની માહિતી મળી છે. મહિલા સુરતના વેસુ વિસ્તારમાં રહેવા આવી હતી. જ્યાંથી જીએસટી વિભાગે મુંબઈ પોલીસને સાથે રાખી તેના ઘરેથી ધરપકડ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મુંબઈ જીએસટી ટીમ સાથે કાર્યવાહી કરવામાં આવી
મુંબઈ જીએસટી વિભાગ દ્વારા મુંબઈ પોલીસને સાથે રાખીને સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ભગવતી આશિષ સોસાયટીના વિભાગ-1ના કોમ્પલેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. અહીથી એક મહિલાની ધરપકડ (Mumbai GST Team Arrest Surat Woman)કરાઈ છે. મળતી માહિતી મુજબ મહિલાએ મુંબઈ ખાતે 150 કરોડની જીએસટીની ચોરી (GST evasion case 2022)કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમયથી આ મહિલા પર GSTના અધિકારીઓની વોચ હતી. મહિલા સુરતમાં ત્રણ મહિના અગાઉ રહેવા આવી હતી અને અહી તે ભાડાના મકાનમાં રહેતી હતી. જોકે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે તપાસ શરૂ કરાતાંની સાથે જ મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા રોકડા સાથે મોટા પ્રમાણમાં જ્વેલરી (Rs 150 crore GST evasion in Maharashtra) મળી આવ્યાં છે.
આ પણ વાંચોઃ વડોદરાઃ પૂર્વ GST કન્સલ્ટન્ટે કંપનીના લોગિન આઈડી અને પાસવર્ડથી કરી 72 લાખની ઉચાપાત કરી
મહારાષ્ટ્ર પાર્સિંગની એક લક્ઝરી કાર મળી
જીએસટી અધિકારીઓએ મહિલાની પૂછપરછ કરતા તેણે તબિયત ખરાબ થઇ હોવાનું બહાનું કઢાયું હતું. જેથી તેને સુરતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાદ અટકાયત બાદ મહિલાને (Mumbai GST Team Arrest Surat Woman) તબીબી તપાસ પછી મુંબઈ લઈ જવાઈ હોવાનું અને ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસે મળી આવેલી એક લક્ઝરી કાર મહારાષ્ટ્ર પાર્સિંગની મળી આવી છે . ખાસ કરીને મહિલા દ્વારા જે પ્રકારનું કૌભાંડ (GST evasion case 2022) આચરવામાં આવ્યું છે તેની તપાસમાં અનેક કૌભાંડ બહાર આવે તેવી શક્યતા દેખાય રહી છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડ : સૌથી મોટી GST ચોરી, સરકારને લગાવ્યો 8 હજાર કરોડનો ચૂનો