ETV Bharat / city

રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર વસૂલાતો બે ટકા ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શના જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત - દર્શના જરદોશ

વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )ના વેપારીઓએ અપનાવ્યો છે. વિદેશથી ઓનલાઇન રફ ડાયમંડની ખરીદી પર ભરવા પડતા વધારાના 2 ટકા ટેક્સને દૂર કરવા માટે સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh ) દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રજૂઆત કરવામાં આવી છે.

Darshanaben Zardosh
Darshanaben Zardosh
author img

By

Published : Jun 18, 2021, 4:46 PM IST

  • વિદેશથી કોઈપણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો બે ટકા ટેક્સ ભરવો પડે છેે
  • ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શનાબેન જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત
  • વિદેશ જઈ શકાતું નથી હોય ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવ્યો

સુરત : વિદેશથી ઓનલાઇન રફ હીરાની ખરીદી પર ભરવા પડતા વધારાના 2 ટકા ટેક્સને દૂર કરવા માટે સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh ) દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને રજૂઆત કરવામાં આવી છે. કોરોના મહામારીમાં ટ્રાવેલિંગ બંધ થતા સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )માં ઓનલાઇન ટ્રેડિંગ શરૂ થયું છે. હાલમાં મોટાભાગના વેપારીઓ અને ઉદ્યોગકારો વીડિયો કોલિંગથી એન્ટવર્પ, બેલ્જિયમ, દુબઈ અને હોંગકોંગના વેપારીઓ સાથે સંપર્કમાં રહીને રફ હીરાની ખરીદી કરી રહ્યા છે. વિદેશ જઈ શકાતું ન હોવાથી ઓનલાઇન ટ્રેડિંગનો વિકલ્પ વેપારીઓએ અપનાવ્યો છે.

ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શનાબેન જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત

રફ હીરાની ખરીદી પર બે ટકા ટેક્સનો અતિરિક્ત બોજો

અત્યારે એન્ટઅર્પમાં રોજના ચારથી પાંચ ટેન્ડર ખુલી રહ્યા છે. રફ ડાયમંડની માગ વધુ હોવાના લીધે કિંમતોમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યાં બીજી તરફ ભારત સરકારના કાયદા અનુસાર વિદેશથી કોઈપણ ચીજ-વસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાનો બે ટકા ટેક્સ ભરવાનો રહે છે. આ કાયદો સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )ને પણ લાગુ પડે છે. તેથી વેપારીઓને રફ હીરાની ખરીદી પર બે ટકાના અતિરિક્ત બોજો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh )નું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના પગલે સાંસદે કેન્દ્રીય નાણાં પ્રધાનને આ મુદ્દે રજૂઆત કરી હતી.

Darshanaben Zardosh
રફ ડાયમંડની ઓનલાઇન ખરીદી પર વસૂલાતો બે ટકા ટેક્સ રદ્દ કરવા માટે સાંસદ દર્શનાબેન જરદોશે કરી કેન્દ્રીય નાણાં પ્રધાનને રજૂઆત

કાચો હીરો મેળવવામાં તકલીફ પડી રહી છે

સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Jardosh ) દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાનને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલની કોવિડ અને લોકડાઉન જેવી પરિસ્થિતિના લીધે સુરતના મુખ્ય રોજગારી આપતા તેમજ દેશને વિદેશી હુંડીયામણ રળી આપતા કાપડ અને સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )ને ભારે નુકસાન પહોંચ્યુ છે. હીરા ઉદ્યોગ પર લાગુ પડતી 2 ટકા નેવીના લીધે ખાણમાંથી રફ હીરો મેળવવામાં તકલીફ પડી રહી છે. નેવીના લીધે રફ હીરાની કિંમતમાં બે ટકાનો વધારો થાય છે, જેની અસર પોલિશ્ડ ડાયમંડની કિંમતો પર પડે છે. હીરાની કિંમતો વધતા સુરત હીરા ઉદ્યોગ ( Surat Diamond industry )ના આર્થિક બોજો પડતો હોવાથી ઉદ્યોગના હિતમાં સકારાત્મક નિર્ણય લેવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.