- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 200થી વધુ ઈન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
- માંગણી પૂર્ણ ન થાય તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે
સુરતઃ શહેરની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે મંગળવારે 200થી વધુ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. દર્દીઓની સેવા કરનાર ડોક્ટરો આજે મંગળવારે પ્રતિક હડતાલ કરી છે. કોરોના વોર્ડમાં સતત 24 કલાક સેવા આપનારા ઇન્ટર્ન ડોક્ટરની માંગણી છે કે તેમને રહેવા માટે પાલિકા અલગથી વ્યવસ્થા કરી આપે. કારણ કે જે ડોક્ટર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેમના પરિવારના સભ્યોને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. હાલ હોસ્પિટલમાં સેવા કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા હોય છે અને પરિવારના સભ્યોને આ સંક્રમણ લાગે તેવી શક્યતાઓ વધારે છે. જેથી અનેક વખત પાલિકાને હોસ્ટેલ અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમની માંગણી પૂર્ણ થઇ નથી.
આ પણ વાંચોઃ વલસાડ સિવીલ હોસ્પિટલના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ પડતર માંગને લઇ હળતાલ પર ઉતર્યા
ડોક્ટરના ઘરમાં કોમોર્બિટ પરિવારના સભ્યો રહે છે
ડોક્ટર યશ પટેલે જણાવ્યું હતું કે, આજે 200થી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. તેમની એટલી જ માંગણી છે કે તેઓ સારવાર બાદ પોતાના ઘરે જાય છે અને તેમના કારણે પરિવારના સભ્યો સંક્રમિત થાય તેવી શક્યતાઓ વધારે રહે છે. ડોક્ટરના ઘરમાં કોમોર્બિટ પરિવારના સભ્યો રહે છે. જેથી ચેપ લાગવાનો ભય વધારે છે. આ કારણે તેઓ પાલિકા પાસેથી હોસ્ટેલની માંગણી કરી રહ્યા છે. જેથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘરે ન જવું પડે અને તેઓ હોસ્ટેલમાં રહીને સેવા આપી શકે. એક મહિના પહેલાથી જ માંગણી કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો માંગણી પૂર્ણ ન થાય તો તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર અમારી માગ નહીં સંતોષે તો આંદોલન કરીશુંઃ ધંધુકાના વીજકર્મીઓ