ETV Bharat / city

Molestation Of Child In Surat: પાંડેસરામાં ચોકલેટ આપવાના બહાને બાળકી સાથે અડપલાં કરનારની પોલીસે કરી ધરપકડ - પાંડેસરા પોલીસ સ્ટેશન

સુરતના પાંડેસરામાં 3 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને યુવક રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે અડપલાં (Molestation Of Child In Surat) કર્યા હતા. આ બાબતે બાળકીએ માતાને જાણ કરી હતી. પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. આરોપી પરિણીત છે અને 2 બાળકોનો પિતા છે.

Molestation Of Child In Surat: પાંડેસરામાં ચોકલેટ આપવાના બહાને બાળકી સાથે અડપલાં કરનારની પોલીસે કરી ધરપકડ

author img

By

Published : Mar 10, 2022, 10:34 PM IST

સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ (Child Safety In Surat) આપી એક યુવક રૂમમાં લઇ ગયો હતો અને તેણીની સાથે શારીરિક અડપલાં (Molestation Cases In Surat) કર્યા હતા. બાળકીએ ઘરે આવીને આ વાત પરિવારજનોને કરી હતી જેથી પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

બાળકીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ ગયો

સુરત ના પાંડેસરા (Molestation Of Child In Surat) વિસ્તારમાં મૂળ ઓરિસ્સાનો પરિવાર (Migrants In Surat) રહે છે. તેમની સાડા ત્રણ વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન તેમના ઘર પાસે રહેતો ઇસમ તેણીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેણીની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બાળકી ગભરાઈ ગઈ હતી અને ઘરે આવી ગઈ હતી. બાળકીને ગભરાયલી જોઇને તેણીની માતાએ પૂછપરછ કરી હતી, જેમાં બાળકીએ "અંકલ ને મેરે સાથ ગંદા કામ કિયા ઔર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા" તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Misdemeanor incident in Surat: 10 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો કર્યો

બાળકી ગભરાઈ જતાં છોડી દીધી

આ વાત સાંભળી બાળકીની માતા ચોંકી ઊઠી હતી. આ અંગે તેઓએ તાત્કાલિક શખ્સને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો અને બાદમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગત રોજ પાંડેસરા વિસ્તારમાં રહેતી એક બાળકી ઘર પાસે રમતી હતી. તે સમયે તે વિસ્તારમાં રહેતો પ્રસન પ્રધાન નામનો ઇસમ તેણીને ચોકલેટ આપવાના બહાને તેને ઘરમાં લઇ ગયો હતો અને ત્યાં બાળકીના શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. બાળકી ગભરાઈ જતા બાળકીને છોડી દીધી હતી. બાળકીએ આ વાત પરિવારને કરી હતી. જેથી પરિવારે આ મામલે પાંડેસરા પોલીસ મથક (Pandesara Police Station)માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Double Murder Case Surat: માતાપુત્રીની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને ફાંસીની સજા, સહઆરોપીને આજીવન કેદ

આરોપીને 10 વર્ષનો દિકરો અને 15વર્ષની દીકરી છે

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પરિણીત છે. તેનો પરિવાર વતનમાં રહે છે. તેને સંતાનમાં 10 વર્ષનો દિકરો અને 15 વર્ષની દીકરી છે. તે સુરતમાં એકલો રહે છે અને સુરતમાં તે સંચા મશીનમાં કામ કરે છે. બાળકીને શારીરિક ચકાસણી અર્થે સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં ખસેડવામાં આવી છે. હાલ બાળકીને ગાયનેક વોર્ડમાં દાખલ કરી તપાસ અને સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.