- ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કાર્ય
- ડીપીઆરમાં જે જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવાની વાત કરવામાં આવી
- 125થી પણ વધુ મકાન છે જ્યાંથી અત્યાર સુધી સંમતિપત્ર મળ્યાં નથી
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકોને આશા હતી કે વર્ષ 2022 સુધી આ પ્રથમ ફેઝ પૂર્ણ થઇ જશે. પરંતુ જે રીતે કામગીરી ચાલી રહી છે તેનાથી કહી શકાય કે ' બહુત કઠિન હૈ ડગર પનઘટ કી.. કારણ કે આ પ્રોજેક્ટ હેઠળ અનેક જગ્યાએ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત આ છે કે મેટ્રો પ્રોજેક્ટના ડીપીઆરમાં જે જગ્યાએ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે ત્યાં 125થી પણ વધુ મકાન છે જેના અત્યાર સુધી સંમતિપત્ર મળ્યાં નથી અને લોકો પોતાની સંપત્તિ આપવા તૈયાર પણ નથી.
સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં એક બાદ એક અડચણ સામે આવી
મેટ્રો અંડરગ્રાઉન્ડ માટે ટેસ્ટિંગ થઈ ગયું છે. ફિઝિકલ માપણી પણ કરવામાં આવી છે પરંતુ સૌથી અગત્યની વાત આ છે કે અત્યાર સુધી આ પ્રોજેક્ટ હેઠળ એક પણ સંપત્તિનું સંપાદન કરવામાં આવ્યું નથી. લંબે હનુમાન રોડ પાસેથી પસાર થનાર અંડરગ્રાઉન્ડ ટ્રેકની ઠીક બાજુમાં ખારવા ચાલ આવેલી છે. ડીપીઆર જોતાં ખબર પડે છે કે અહીં કોઈ વસતી નથી જેની પાછળનું કારણ મેટ્રો પ્રોજેક્ટની અધિકારીઓએ જણાવ્યું છે કે આ ફ્યુચર ડેવલપમેન્ટ હેટળનો નકશો છે. પરંતુ આ જગ્યાએ 100 વર્ષથી પણ વધુ સમયથી 125થી વધુ મકાન લોકો રહે છે. પરંતુ તેઓ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાનું મકાન આપવા તૈયાર જ નથી પ્રોજેક્ટ હેઠળ એક પણ ઇંચ જમીનનું સંપાદન થઈ શક્યું નથી.
ચાલની બહાર જ અંડરગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
ખારવા ચાલમાં રહેતા અનેક લોકોને ખબર જ નથી કે તેમનું મકાન પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવશે અને જે લોકોને ખબર છે તેઓ પોતાની સંપત્તિ આપવા તૈયાર જ નથી. કારણ કે તેઓને પોતાના પરિવાર ભવિષ્યને લઈને ભય છે. ચાલની બહાર જ અંડરગ્રાઉન્ડ ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી સંપાદન ન થવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે એ ચોક્કસ કહી શકાય નહીં. કેટલાક સ્થાનિક લોકો હાઇકોર્ટ સુધી ગયા છે. વારંવાર આ અંગે લેખિત રજૂઆત પણ કરી છે લેખિત રજૂઆતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારી સત્યપ્રકાશ ઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે યોગ્ય વળતર આપી સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આ અંગે તેઓએ ETV Bharat ને જન સંપર્ક અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે