- સાઈકલ ચાલકને રોંગ સાઇડ આવવા બદલ મેમો
- સાઈકલ ચાલક સચિન GIDC તરફ જતો હતો
- સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સાઈકલ ચાલકની અટકાયત
સુરત: સચિન GIDC વિસ્તારમાં એક સાઈકલ ચાલક રોંગ સાઈડથી આવી રહ્યો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેને અટકાવીને રોંગ સાઇડ આવવા બદલ મેમો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લો બોલો, બાઇક મોરબીમાં અને મેમો આવ્યો રાજકોટથી...
સાયકલ ચાલક દ્વારા રોંગ સાઈડ ઉપર ચલાવતા તેને મેમો આપવામાં આવ્યો
મેમો વિશે ETV bharat સાથે રાજ બહાદુરે વાત કરતા જણાવ્યું કે, તે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ પાસે જૂની પોલીસ લાઈન પાસે રહે છે. તે આજે સવારે ઘરેથી નીકળીને તેરેનામ ચોકડી થઈને સચીન તરફ જવા નીકળ્યો અને ત્યાંથી તે રોંગ સાઈડ પર સાયકલ ચલાવવા માંડ્યો હતો. સચીન GIDC પાસે રોડ નંબર 2 પાસે બે પોલીસની ગાડીઓ ઊભી હતી. તેમાંથી એક પોલીસકર્મીએ પાસે આવીને કહ્યું કે તમે કેમ રોગ સાઈડ આવી રહ્યા છો. ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તે રોજના આ જ રીતે આવે છે. પોલીસ દ્વારા જે મેમો આપવામાં આવ્યો છે. તેમાં રકમ તો નથી લખી કે કેટલા રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢ પોલીસ માટે CCTV બન્યા ત્રીજી આંખ, ઈ મેમો થકી પોલીસને 20 લાખથી વધુની આવક થઈ