ETV Bharat / city

રત્નકલાકારના MBA પુત્રએ 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચાની શોપની કરી શરૂઆત

સુરતમાં એક રત્નકલાકારના MBA પુત્રે વાર્ષિક વેતન 24 લાખ રૂપિયાની નોકરી ઠુકરાવી ચાની શોપની શરૂઆત કરી હતી. જે શોપનું નામ ટી પાર્ટનર રાખ્યું હતુ અને આ શોપમાં 42 ફ્લેવરની ચા મળે છે, જેની કિંમત 40 રૂપિયાથી લઈને 102 રૂપિયા છે.

રત્નકલાકારનો MBA પુત્રએ 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચાની શોપની કરી શરૂઆત

author img

By

Published : Jul 21, 2021, 3:00 PM IST

Updated : Jul 27, 2021, 12:37 PM IST

  • સુરતના યુવકે 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચાની શોપની શરૂઆત કરી
  • આ શોપમાં 42 ફ્લેવરની ચા મળે છે
  • જેની કિંમત 40 રૂપિયાથી લઈને 102 રૂપિયા છે

સુરત : ગુજરાતી એટલે સાહસનું બીજુ નામ આજ કારણ છે કે, દેશમાં સૌથી વધુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ગુજરાતમાં જોવા મળે છે. નોકરી કરવાના બદલે સાહસ બતાવી શૂન્યથી સર્જન કરનાર જીગર માત્ર ગુજરાતીઓમાં જ જોવા મળે છે. અને આવું જ એક જીગર સુરતના યુવાને બતાવ્યું છે. રત્નકલાકારનો પુત્ર હોવા છતાં સુરતના યુવકે 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચા ની શોપની શરૂઆત કરી છે.

લાખો રૂપિયાની જોબને ઠોકર મારી ચાની શોપની કરી શરૂઆત

સુરતના રત્નકલાકારના પુત્ર મિતુલ પડસાલાએ પુનામાં દેશની નામાંકિત સિમ્બોસીસ કોલેજમાં MBA (HR) અભ્યાસ કરતો હતો તે દરમિયાન રાષ્ટ્રીયકૃત બેંકમાંથી તેમણે જોબની ઓફર મળી હતી અને આ જોબ માટે બેંક તેને 24 લાખ રૂપિયા સેલેરીની ઓફર કરી હતી. પરંતુ આ ગુજરાતી યુવાન પોતાના ધંધાની શોધમાં હતો. તેને કશું પણ વિચાર્યા વગર લાખો રૂપિયાની જોબને ઠોકર મારી દીધી હતી અને કોરોના કાળમાં જ્યારે તે સુરત આવ્યો ત્યારે લોકોની મદદ કરવાની શરૂઆત કરી હતી. આ વચ્ચે તે પોલીસવાળા અને જરૂરિયાત મંદોને ચા પીવડાવતો હતો. જે દેશ ચા પ્રધાન તરીકે પોતાની ઓળખ ધરાવે છે ત્યાં સ્ટાર્ટ અપમાં ચાની શોપ શા માટે ન શરૂ કરાય ? એવો તેને વિચાર આવ્યો હતો.

રત્નકલાકારનો MBA પુત્રએ 24 લાખ વાર્ષિક વેતનની નોકરી ઠુકરાવી ચાની શોપની કરી શરૂઆત

42 ફ્લેવરની ચા મળે છે,જેની કિંમત 40 રૂપિયાથી લઈને 102 રૂપિયા

રત્ન કલાકારના પુત્ર હોવાના કારણે આર્થિક સ્થિતિ ભલે નડે પરંતુ ગુજરાતી હોવાના કારણે સાહસ લેવાનો નિર્ણય તેની અંદર હતો. આ જ કારણ છે કે, તેણે સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી અને સુરતના વીઆઈપી રોડ ખાતે તેને ચા પાર્ટનર તરીકે શોપની શરૂઆત કરી જ્યાં 42 ફ્લેવરની ચા મળે છે. જેની કિંમત 40 રૂપિયાથી લઈને 102 રૂપિયા છે એટલું જ નહીં ત્રણ પ્રકારના કોફીના ફ્લેવર પણ મિતુલના આ ટી પાર્ટનરમાં મળે છે. એમબીએના વિદ્યાર્થીઓ જાણે છે કે કઈ રીતે બિઝનેસને ડેવલપ કરવાનું હોય છે. આ જ કારણ છે કે તેના આ ટી પાર્ટનરમાં ચાનો સ્વાદ જ અનોખો નથી પરંતુ સાથોસાથ અહીં આવનાર લોકોને હળવાશ મળી રહે એ હેતુથી અનેક ગેમ પણ મુકવામાં આવી છે. એટલું જ નહીં ત્યાં એક નાની લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જેથી ચાની સાથો સાથ યુવાનો મહત્વપૂર્ણ પુસ્તકો પણ વાંચી શકે..

ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો

મિતુલે જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટ અપ માટે તેને 24 લાખ રૂપિયાની જોબને ઠુકરાવી છે. આ સ્ટાર્ટ અપની સાથો સાથ ડિજિટલ ઇન્ડિયા કોન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. અહીં મેનુ જોવા માટે બારકોડ પણ આપવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોને ચા અને અન્ય રીતે મદદ કરતા આ કોન્સેપ્ટ ધ્યાનમાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો અહીં 70 ટકા લોકો ચાની મજા માણતા હોય છે. માત્ર પુરુષો જ નહીં મહિલાઓ પણ ચાની શોખીન છે. પરંતુ તેઓ પુરુષોની જેમ ચાની લારી પર જઈ ચા પી શકતા નથી. તેઓને એક સારું વાતાવરણ મળી શકે અને ચાની અનેક વેરાયટી એક જ સ્થળે મળે આ હેતુથી આ ટી પાર્ટનર નો કન્સેપ્ટ શરૂ કર્યો છે.

Last Updated : Jul 27, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.