- પોર્ન ફિલ્મ રેકેટનું કનેક્શન સુરત સુધી પહોંચ્યું
- માસ્ટરમાઈન્ડ તનવીર હાસમીની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
- હાલ તનવીર 15 તારીખ સુધીના રિમાન્ડ પર
સુરતઃ મુંબઈમાં પોર્ન ફિલ્મ મેકર સુરતના તન્વીર હાશમીને મુંબઈ ક્રાઈમ બ્રાંચે સુરતના ભાટપોર વિસ્તારથી ઝડપી પાડ્યો હતો. સુરતના ચોક વિસ્તારમાં રહેતા તનવીર પોતાને ફિલ્મ મેકર બતાવી અનેક સ્થળે આવી જ રીતે પોર્ન ફિલ્મ બનાવતો હતો. તનવીરનું નામ ત્યારે સામે આવ્યું જ્યારે મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન મુવીનું શુટીંગ થઇ રહ્યાનું ધ્યાન પર આવતા મુંબઇ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફિલ્મમાં કામ કરનારી મોડેલ ગહના વશિષ્ટ સહિત એક કંપનીના ડિરેક્ટર ઉમેશ કામત, એક એપના સંચાલક શાન બેનર્જી ઉર્ફે દિવાંકર ખાસનવીસની ધરપકડ કરવામાં આવી હતી.
![માસ્ટરમાઈન્ડ તનવીર હાસમીની સુરતમાંથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tanvir-arrest-7200931_10022021212111_1002f_1612972271_911.jpg)
કેસમાં કુલ 9 સામે ફરિયાદ દાખલ
આ સમગ્ર પ્રકરણની તપાસ દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કેદારી પવારને તનવીર હાશ્મીની ભૂમિકા અંગે જાણકારી મળી હતી અને ત્યારબાદ તેમની ટીમે સુરતના ભાટપોર વિસ્તારમાં આવીને તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી અને મુંબઈ લઇ ગયા હતા. પોલીસે હાશ્મીને કોર્ટમાં રજૂ કરી 15મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં કુલ 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ પોલીસે તમામ આરોપીઓના બેન્ક એકાઉન્ટ પણ ચેક કરી કેટલાક એકાઉન્ટ સીઝ કર્યા છે.
તનવીરે સુરતમાં પણ અનેક પોર્ન ફિલ્મો બનાવી !
તનવીર મુંબઈમાં પોર્ન ફિ્લ્મો બનાવતો હતો. આ વાત ખૂબ જ ચોંકાવનારી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા તનવીરના ભાઈ પણ કોરિયોગ્રાફર છે. વેબ સીરીઝ બનાવવાના નામે સુરતમાં પણ તનવીરે અનેક જગ્યાએ શૂટિંગ કર્યું હતું. તનવીર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તનવીરે સુરતમાં પણ અનેક પોર્ન ફિલ્મો બનાવી છે. જેની ખબર સુરત પોલીસને પણ આજદિન સુધી નથી મળી. તનવીરની ધરપકડ સુરતના ભાટપોર વિસ્તારમાં કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ભાટપોર વિસ્તારના એક હોટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં તે પોતાના 50થી વધુ લોકોના યુનિટ સાથે રહેતો હતો.
![માસ્ટરમાઈન્ડ તનવીર હાસમીની સુરતમાંથી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-tanvir-arrest-7200931_10022021212111_1002f_1612972271_767.jpg)
આરોપીની ભાટપોર વિસ્તારથી ધરપકડ કરવામાં આવી
આ સમગ્ર મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કેદારી પવારે ETV Bharat ને ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપીને ભાટપોર વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. તેની સમગ્ર ભૂમિકા અંગે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે. પોલીસે કોર્ટમાં રજૂ કરી 15 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. તેને મુંબઈ ખાતે ક્યાં શૂટિંગ કરી છે અને અન્ય શહેરોમાં ક્યાં શૂટિંગ કરી છે તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.