સુરત: સુરતના મોટા વરાછા વ્હાઇટ હાઉસ રેસીડેન્સીના પાર્કિગમાંથી અકસ્માતની (Surat Bus Accident) ઘટના સામે આવી છે. જ્યાં સ્કુલ બસના ડ્રાઈવરે એક મહિલાને અડફેટે લીધી હતી. જેથી મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી (Surat Bus Accident CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના મોટા વરાછા (Varachha Bus Accident) ખાતે વ્હાઇટ હાઉસ રેસીડેન્સી આવેલી છે. અહીં રહેતા નીતાબેન રજનીભાઇ ધનજીભાઇ સખરેલીયા રેસીડેન્સી બહાર આવેલી દુકાને વસ્તુ લેવા માટે જતા હતા. એ સમયે આ ઘટના બની હતી.
આ પણ વાંચો: લોકહિત માટે ધારાસભ્યે વડાપ્રધાનને લખ્યો પત્ર, શું કહ્યું જૂઓ!
આ રીતે બની ઘટના: પાર્કિંગની બહાર નીકળતા હતા તે વેળાએ આશાદીપ સ્કુલના બસ ચાલકે તેની બસ રીવર્સ લેતા તેઓને ટક્કર લાગી હતી. બસનું ટાયર તેઓની ઉપરથી ફરી વળ્યું હતું. જેથી મહિલાને થાપાના વચ્ચેના ભાગે ફેક્ચર તથા જમણી બાજુની એક પાસળી અને ડાબી બાજુની સાત પાસળીના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચી હતી. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને કાયદાકીય પગલાં લીધા છે.
આ પણ વાંચો: અમરનાથમાં વાદળું ફાટ્યું, જામનગરના આટલા લોકો ફસાયા
સીસીટીવીમાં રેકોર્ડિંગ: બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ જવા પામી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે નીતાબેન ચાલતા જઈ રહ્યા હતા તે વેળાએ બસ ચાલકે બસ રીવર્સ લીધી હતી. નીતાબેનને અડફેટે લીધા હતા. નીતાબેન ઢસડાયા બાદ તેઓને શરીર પરથી બસનું ટાયર પણ ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું અને નીતાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અમરોલી પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.