ETV Bharat / city

ભારતમાં જય શ્રીરામ નહી બોલીયે તો ક્યાં પાકિસ્તાનમાં બોલીશું?: મનીષ સિસોદિયા - આમ આદમી પાર્ટી સુરત

પ્રથમ વખત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપલાવનાર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ રાજધાની દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા આજે રવિવારે સુરતની મુલાકાતે છે. જ્યાં દિલ્હીમાં 'જય શ્રીરામ' બોલવા પર થયેલી હત્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જય શ્રીરામ નહી બોલીએ તો ક્યાં પાકિસ્તાનમાં બોલીશું?

દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ

author img

By

Published : Feb 14, 2021, 2:03 PM IST

  • ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત મેદાને
  • દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાનની ગુજરાતની આજે બીજી મુલાકાત
  • 25 વર્ષમાં ભાજપે વિકાસ નહીં, માત્ર ભ્રષ્ટાચાર કર્યો હોવાનાં કર્યા આક્ષેપો

સુરત: આગામી 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં પ્રથમ વખત ભાગ લેનાર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ચૂંટણી પ્રચાર અર્થે સુરતની મુલાકાતે છે. જ્યાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન દિલ્હીમાં 'જય શ્રીરામ' બોલવા પર થયેલી યુવકની હત્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જય શ્રીરામ નહી બોલીએ, તો ક્યાં પાકિસ્તાનમાં બોલીશું..?

ગુજરાતમાં વિકાસ ઓછો, ભ્રષ્ટાચાર વધુ છે: મનીષ સિસોદિયા

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન વર્ષોથી હોવા છતાં પણ ગુજરાતના વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધુ થયું છે. ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કામ થવું જોઈએ તે થયું નથી. સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસ્ત્ર અને 20થી 25 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ પણ સરકારી સ્કૂલોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેની સરખામણીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે સ્કૂલો બાળકોનાં શિક્ષણ માટે તૈયાર કરવામાં આવી છે તે આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ છે. દિલ્હી પાસે પાણીનો સ્ત્રોત ન હોવા છતાં વિનામૂલ્યે દિલ્હીનાં લોકોને પાણી મળી રહ્યું છે, ત્યારે સુરતમાં તાપી નદી હોવા છતાં પણ લોકોએ પાણીના રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ખાડે ગયો છે.

દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પત્રકાર પરિષદ
દિલ્હીની પોલીસ અમિત શાહના આધીનદિલ્હીમાં કથિત રીતે 'જય શ્રીરામ' બોલવા પર રિન્કુ શર્મા નામનાં યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને તેમણે કહ્યું કે, હજુ સુધી ગૃહ પ્રધાન અમિત શાહ રિન્કુ શર્માનાં પરિવારને મળવા ગયા નથી. બીજી તરફ તેમણે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, ત્યારે 'જય શ્રી રામ'નાં નારા લગાવનારા યુવકનું રક્ષણ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. જો આપણે ભારતમાં જય શ્રીરામ નહી બોલીએ, તો ક્યાં પાકિસ્તાનમાં બોલીશું?સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની જીત પર વિશ્વાસ રજૂ કર્યોહાલમાં ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. ત્યારે લોકોને એક સારો વિકલ્પ મળ્યો છે અને લોકો પોતાની સૂઝબૂઝ સાથે અને ચૂંટણીમાં વિજય બનાવશે એવી મનીષ સિસોદિયાએ આશા વ્યક્ત કરી હતી. મનીષ સિસોદિયાએ સુરતમાં યોજ્યો રોડ શૉચૂંટણી પ્રયાર અર્થે આવેલા મનીષ સિસોદિયા માટે સુરત આમ આદમી પાર્ટી દ્વારા સીમાડાનાકા વિસ્તારથી રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવકો તેમજ પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. સીમાડા નાકાથી મોટા વરાછા, કતારગામ, કાપોદ્રા, હીરાબાગ સર્કલ અને ગજેરા સર્કલ સુધી આ રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.