- દુબઈ, મુંબઈ, ગોવા, રાજસ્થાન ફરી આવેલા 19 લોકો કોરોના પોઝિટિવ
- સાંજે સુધી 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- આજથી શનિવાર-રવિવાર મોલ અને સિનેમા બંધ
સુરત: શહેરમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. દુબઈ, મુંબઈ, ગોવા, રાજસ્થાન ફરી આવેલા 19 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં અઠવા ઝોન, રાંદેર ઝોનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે વધી રહેલા કેસોને લઈને મનપા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હવેથી શહેરમાં શનિવાર અને રવિવારના રોજ મોલ અને સિનેમા બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રેસ્ટોરન્ટ્સ અને બજારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન થતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી
દુબઈ, મુંબઈ, ગોવા, રાજસ્થાન ફરીને આવેલા 19 લોકો કોરોના પોઝિટિવ
સુરતમાં કોરોના સંક્રમણ ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ દુબઈ, મુંબઈ, ગોવા, રાજસ્થાન ફરી આવેલા 19 લોકો કોરોના પોઝિટિવ થયા છે. વધી રહેલો કેસોને લઈને મનપા ચિંતિત છે. કોરોના સંક્રમણને અટકાવવા આજથી શનિવાર અને રવિવારના રોજ શહેરના મોલ અને સિનેમા બંધ કરી દેવાયા છે. બહારગામથી સુરતમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને કોરોનાને હળવાશથી લેતા હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
શહેરમાં ગત સાંજ સુધીમાં કુલ 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દુબઈથી આવનારા 3, મુંબઈથી આવનારા 3, રાજસ્થાનથી 2, ગોવા, વડોદરા અને સારંગપુરાથી 1-1 મળીને કુલ 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાંદેર ઝોનમાં અમદાવાદથી આવનારા 2 વ્યક્તિ તેમજ મુંબઈ, સુરેન્દ્રનગર, ગીર, સોમનાથ, ભરૂચ, ડાકોર, વડોદરાથી આવનારા 1-1 કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ગત સાંજ સુધીમાં કુલ 120 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: રાજકોટ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો નવો ડોઝ આપવામાં આવ્યો
વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં
શહેરમાં કોલેજ, શાળા, ટ્યૂશન કલાસીસ શરૂ થઈ ગયા છે. જેમાં વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. મનપા દ્વારા કોરોનાના નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરમાં હવેથી શનિવાર અને રવિવારના રોજ મોલ અને સિનેમા ઘરો બંધ કરી દેવામાં આવ્યા છે.