સુરત લાજપોર ગામમાં લવ જેહાદનો (love jihad) કિસ્સો સામે આવ્યો છે. અહીં 4 સંતાનોના વિધર્મી પિતાએ 17 વર્ષની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવી લઈ ગયો હતો. તેના કારણે પોલીસ (Surat Police) હવે આરોપી હમીદને પકડવામાં લાગી ગઈ છે. સચીન વિસ્તારમાં Sachin Police Stationઆવેલા લાજપોર ગામમાં બજાર ફળિયામાં રહેતાં હમીદ મઢી 4 સંતાનોનો પિતા છે.
આરોપી તરૂણીને મૂકવા જતો હતો તરૂણી અહીં ફોઈના ઘરે રહેતી હતી અને નોકરી કરતી હતી. ત્યારે આરોપી હમીદ મઢી રિક્ષામાં તરૂણીને રોજ નોકરીએ મૂકવા (love jihad) જતો હતો.
તરુણીની શોધ શરૂ રસ્તામાં વાતચીત કરીને આરોપી હમીદ મઢીએ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી હમીદ આ વિસ્તારમાં શાહરૂખ ખાન તરીકે ઓળખાય છે. એટલું જ નહીં આરોપી હમીદ મઢીએ પોતાની રિક્ષા વેચીને ઇકો કાર લીધી હતી, પરંતુ પોતાનાં મિત્રની રિક્ષામાં તરૂણીને ભગાવી ગયો હતો.
આરોપીના પરિવારની પૂછપરછ હાથ ધરાઈ આ ઘટનાની જાણ સુરત સચીન પોલીસને (Sachin Police Station) પરિવારના સભ્યોએ કરી હતી પોલીસે (Surat Police) અપહરણ (kidnapping ipc) અને એટ્રોસિટીનો ગુનો (Atrocities Act) નોંધીને આરોપી અને તરુણીની શોધ શરૂ કરી છે આ માટે આરોપી હમીદના પરિવારના સભ્યો અને મિત્રોની પણ પૂછપરછ (Surat police registered complaint ) હાથ ધરાઈ છે.
ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ ACP રામજી મવાણીએ જણાવ્યું હતું કે, આરોપી હમીદ મઢીના 4 સંતાન છે. તેમાં 2 દિકરીનાં તો લગ્ન પણ થઇ ગયા છે. એક પૂત્ર હોટલમાં કામ કરે છે. હમીદ વિરૂદ્ધ અપહરણ (kidnapping ipc) અને એટ્રોસિટી એક્ટ (Atrocities Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હમીદ અને તરૂણીનાં મોબાઈલ ફોનની કોલ ડિટેઈલના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે, જેથી પોલીસ (Surat Police) અધિકારીઓ પણ પરિસ્થિતિ બગડે નહીં તે માટે લાજપોર ગામમાં સતત પેટ્રોલિંગ સાથે નજર રાખી રહ્યાં છે.