ETV Bharat / city

લોકડાઉન દરમિયાન સુરત બન્યું ક્રાઇમ સિટી, 15 લોકોની હત્યા - kill case in surat

છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ કેપિટલ રહેલા સુરતમાં બધું જ શક્ય છે, ત્યારે લોકડાઉનની સ્થિતિમાં જ્યારે લોકોની અવરજવર એકદમ નહીવત હતી એ સમયના લોકડાઉન દરમ્યાન પણ સુરતમાં ચોરી, હત્યા, ઘરેલુ હિંસા, એકસીડન્ટ, છેડતી અને દુષ્કર્મના બનાવો જોવા મળ્યા હતા.

લોકડાઉનમાં જ્યારે લોકો ઘરે હતા તે દરમ્યાન સુરતમાં 15ની હત્યા

author img

By

Published : Jul 15, 2020, 8:31 PM IST

સુરત: કોરોના વાઇરસની મહામારીમાં લોકડાઉન હોવા છતાં પણ સુરતમાં ક્રાઈમ અટક્યા ન હતા. માર્ચથી મે મહિનાના અંત સુધી રહેલા ચાર ચરણના લોકડાઉન દરમ્યાન પણ ગુનેગારો ગુના એકબીજાનું બંધન તોડી શક્યા ન હતા. લોકડાઉનના ચાર ચરણમાં ચોરીના 18, હત્યાના 15, ઘરેલુ હિંસાના 10, એક્સિડન્ટના 31, છેડતીના 10 અને દુષ્કર્મના 3 બનાવો સુરત પોલીસ દ્વારા નોંધાયા હતા.

લોકડાઉનના આ સમય દરમ્યાન આવશ્યક ચીજવસ્તુ સિવાય દરેક જાતના ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. લોકોને બિનજરૂરી એમાંથી બહાર નીકળવા માટે સખત મનાઈ કરવામાં આવી હતી અને પોલીસ તેનો ચુસ્તપણે અમલ પણ કરાવી રહી હતી. તેમ છતાં પણ ક્રાઈમના આ આંકડા સુરતમાં ગુનાની છબી દર્શાવી રહ્યા છે.

પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલા આંકડા દર્શાવી રહ્યા છે કે, લોકડાઉનની શરૂઆતમાં ઉપર દર્શાવેલા તમામ ગુનાઓના આંકડા એકી સંખ્યામાં જોવા મળ્યા હતા, જો કે લોકડાઉનના અંતિમ ચરણ આવતા સુધીમાં આંકડામાં વધારો જોવા મળ્યો હતો. લોકડાઉન દરમિયાન થયેલી 15 હત્યાના આંકડો દર્શાવી રહ્યો છે કે, હત્યારાઓને કોરોના કે લોકડાઉનની કોઈ જ અસર થઈ ન હતી. સાથે આ સમય દરમ્યાન એક્સિડન્ટના 31 બનાવો હતા. સુરત પોલીસ દ્વારા કડકાઇથી અમલ કરાવવામાં આવ્યા હોવા છતાં લોકોએ ઘણી બેદરકારી દાખવી છે.

મહત્વની વાત એ છે કે, આ સમય દરમિયાન છેડતીના 10 બનાવો, દુષ્કર્મના 38 બનાવો ઘરેલુ હિંસાના 10 બનાવો પણ નોંધાયા હતા. જેઓ મહિલાઓની આ સમયની પણ દયનીય હાલત દર્શાવી રહ્યા છે. સાયબર ક્રાઇમની જો વાત કરવામાં આવે તો લોકડાઉન દરમ્યાન બેન્કમાંથી રકમ ઉપાડવાના બનાવો નોંધાયા હતા. જો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી-2020ના સમયની જો વાત કરવામાં આવે તો તેની સામે લોકડાઉનમાં ગુના ઓછા જણાયા હતા.

સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દરેક ચરણોમાં અને ત્યાર પછી અનલોકના સમયમાં પણ ચુસ્તપણે કાયદાનો અમલ કરાવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.