સુરત : બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂકાંડથી ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ છે તો બીજી તરફ શહેરમાં દારૂના વેચાણના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ગતરોજથી શહેરમાં દારૂના વેચાણ થતા હોય તેવા વિડીયો સામે આવ્યા હતાં ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં Liquor sale in Pandesaraદેશી દારૂના વેચાણનો(sale of country liquor) વિડીયો વાયરલ (Video Viral)થયો છે.
આ પણ વાંચોઃ ધમધમતી દેશી દારૂની ત્રણ ભઠ્ઠીઓ, પોલીસ દોડતી થઈ
દારૂકાંડની ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઇ છે - બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂકાંડ સામે આવ્યો છે. તો બીજી તરફ સુરત શહેરમાં કોઝવેના કિનારેથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આમ દારૂકાંડની ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઇ છે અને દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અથવા તો દેશી દારૂનું વેચાણ (sale of country liquor) થતું હોય ત્યાં દરોડો (Surat Police Raid ) પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યાં હવે દારૂના વેચાણના Liquor sale in Pandesaraવિડીયો વાયરલ થઇ રહ્યા છે. ગતરોજ લીંબાયત વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો ત્યાં હવે પાંડેસરા વિસ્તારનો વિડીયો વાયરલ (Video Viral)થયો છે.
આ પણ વાંચોઃ Surat Rape Case: સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને કોર્ટે આપી મોતની સજા
દારૂના વિડીયો એક પછી એક વાયરલ થતા ચકચાર -વાયરલ વિડીયોમાં લોકો દેશી દારૂનું વેચાણ (sale of country liquor) થઇ રહ્યું છે અને કેટલાક લોકો આ દેશી દારૂ પીતા હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. તેમજ અન્ય એક વિડીયોમાં દેશી દારૂના પોટલાની હેરાફેરી કરવામાં આવતી હોય તેમ દેખાઈ રહ્યું છે. જો કે આ વાયરલ વિડીયો અંગે પુષ્ટી થઇ શકી ન હતી. પરંતુ ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ દારૂના વિડીયો એક પછી એક વાયરલ (Video Viral)થતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરુ કરી છે. તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ જ્યાં પણ ધમધમી રહી છે ત્યાં દરોડા પાડવાની કામગીરી શરુ કરી કાયદેસરની કર્યવાહી કરવામાં આવી રહી છે.