- દેશની રાજધાની દિલ્હીની હવા બની જોખમી
- ખેડૂતો દ્વારા પરાળ સળગવામાં આવતા દિલ્હીની હવા બની દૂષિત
- ઓલપાડ તાલુકાના ખેડૂતો પરાળ સળગાવાને બદલે કરી રહ્યા છે ઉપયોગ
સુરત: હાલ દેશની રાજધાની દિલ્હી (Delhi Pollution) ભારત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે તેનું કારણ છે ખરાબ વાયુ. દિલ્હીમાં ખરાબ વાયુ દિલ્હીવાસીઓ માટે દુષિત અને જોખમી બની ગઈ છે. દિલ્હી આજુબાજુ આવેલા રાજ્યોમાં ડાંગરના પાક લીધા બાદ ખેડૂતો વેસ્ટ નીકળેલા પરાળ (ઘાસ) ને સળગાવી દે છે અને આ પરાળ (ઘાસ)માંથી ધુમાડો નીકળે છે અને પ્રયાવરણમાં ભળે જેના લીધે હાલ દિલ્હીની હવા દૂષિત (Delhi Pollution) થઈ છે અને સરકારને લોકડાઉન કરવાની નોબત આવી છે. ગુજરાતમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો (farmers of Surat) આ બાબતે કેટલા જાગૃત છે એ જાણવા ETV BHARATની ટીમે ઓલપાડ તાલુકાની મુલાકાત કરી હતી. જ્યાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો પરાળ (using straw) સળગાવાને બદલે મશીન વડે પુળિયા કરી રહ્યા છે અને પશુ આહારમાં ઉપયોગ કરી રહ્યા છે. જેને તેઓને એક આવકનું સ્ત્રોત પણ ઉભો થયો છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા પણ દિલ્હીના ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પણ પરાળ (using straw) (ઘાસ)નો ઉપયોગ આ રીતે કરે.
આ પણ વાંચો: Ahmedabad RTO Office થશે ભાડામુક્ત, એરપોર્ટ જેવી બનાવાશે, 19 નવેમ્બરે CM ખાતમુહૂર્ત કરશે
હરિયાણા અને પંજાબના ખેડૂતોએ પણ પરાળનો સદુપયોગ કરવો જોઈએ: સુમૂલ ડેરીના ડિરેક્ટર
રાજધાની દિલ્હીની સ્થિતિ જોઈ ગુજરાતના ખેડૂત નેતા અને સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે તો દિલ્હી સરકારના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સબોધી કહ્યું કે, જો દિલ્હી, પંજાબ અને હરિયાણા સરકાર પરાળ (using straw) ના નિકાલ માટે ગુજરાતના ખેડૂતોને ટ્રાન્સપોટેશનનો ખર્ચ આપે તો દિલ્હી, હરિયાણા અને પંજાબમાંથી પરાળ ગુજરાતના ખેડૂતો લેવા તૈયાર છે. કેમ કે ગુજરાતના ખેડૂતો (farmers of Surat) ડાંગરનો પાક લીધા બાદ પરાળને સળગાવી પદૂષણ ફેલાવતા નથી પણ આધુનિક મશીન વડે પરાળની ગાંસડી બનાવી પશુ આહાર અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. હરિયાણા અને પંજાબના ખેડૂતોએ પણ પરાળ સળગાવી પદૂષણ કરવાના બદલે પરાળનો સદુપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન