- સુરતીઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ
- સુરતની બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી
- જ્યાં જુઓ ત્યાં બજારોમાં સુરતીઓ ખરીદી કરવા માટે નીકળી પડ્યા
સુરત : ગુજરાત રાજ્યમાં જે રીતે રાજ્ય સરકાર દુકાન ખોલવાની પરમિશન આપવામાં આવી છે. તેજ રીતે સુરત શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં બજારોમાં સુરતીઓ ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. સ્વાભાવિક વાત છે કે આટલા દિવસોથી બંધ દુકાનો હતી અને આજે બુધવારે ફરીથી રાજ્ય સરકારના આદેશ મુજબ જ્યારે દુકાનો ખોલવાની પરમીશન આપવામાં આવી છે, ત્યારે દુકાન ખુલશે તો દુકાનની અંદર જે પણ સમાન હશે. તેની વેચાણ થશે જ પછી તે કોઈપણ દુકાન ખાણીપીણી, કપડા, હાર્ડવેર કે પછી સ્ટેશનરીની હોય બધે જ ભીડ જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ભાવનગર શહેરની આ કોલેજે વિદ્યાર્થી- વાલી માટે વેક્સિનેશન યોજયું : 700 લોકોએ લીધી રસી
સુરતના ચૌટા બજારમાં સુરતીઓ કોરોનાની ત્રીજી લહેરમાં રંગાયા
સુરતના ચૌટા બજારમાં જ લોકોની એવી ભીડ જોવા મળી રહી છે કે જે રીતે એક વર્ષ પછી દુકાનો ખુલ્લી હોય એમ લાગી રહ્યું છે. દુકાનો ખોલતાં જ સવારથી સાંજ સુધી ચૌટા બજારમાં સુરતીઓએ મન મૂકીને ખરીદી કરી હોય અને આજ પ્રકારનો નજારો દરરોજ જોવા મળશે. સુરતીલાલાઓ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ અસર નાના બાળકોને થશે. લોકો નાના બાળકોને પણ લઈને આ ભીડમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : 11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન
શહેરમાં જ્યાં જુઓ ત્યાં જરૂરિયાત ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે ભીડ
સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા માટે સુરતીઓએ ભીડ લગાડીને ઉભા હોય તેમ નજરે પડી રહ્યા છે અને ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા પણ જોવા મળી રહ્યા છે. જોકે હાલ સુરતના કોરોનાના કેસ ખૂબ જ ઘટી ગયા છે, પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે, સુરતીઓ ફરીથી કોરોનાના રંગમાં રંગાવા તૈયાર થઈ ગયા છે. આ બજારોની ભીડને જોતા શહેરના સરકારી બાબુઓ પણ મૌન ધારણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પછી તે પોલીસ વિભાગના કર્મચારીઓ હોય તેઓ પણ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે.