- કીમ પંથકમાં વરસાદ વરસતા કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર ભરાયા પાણી
- મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન
- તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહિ કરતા ભરાયા પાણી
સુરત: જિલ્લામાં સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસતા ઘણા વિસ્તારોમાં વીજળી ડુલ તેમજ રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કીમ ખાતે કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નીકાલ નહિ કરાતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
દર વર્ષે ભરાય છે પાણી છતાં તંત્ર નિરુત્તર
રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદી પાણી વાહનચાલકોના વાહનમાં પ્રવેશી જતા ઘણા વાહનો બંધ પણ થઈ ગયા હતા. વાહનચાલકોને વરસતા ઝરમર વરસાદ વચ્ચે વાહનને ધક્કો મારવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં કીમ ગામે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ છે છતાં નિદ્રાધીન તંત્ર ઉઠવાનું નામ નથી લઈ રહ્યું.