સુરત: સરથાણા વિસ્તાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરાજમાન આપના રાજા ગણેશ મંડપમાં મહા આરતી કરવા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (kejriwal surat ganeshotsav ) પહોંચ્યા હતા. આજ મંડપની બહાર પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયા પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો (Bjp asault AAP worker) કરવામાં આવ્યો હતો. મહા આરતી બાદ આ બાબતે કેજરીવાલે પ્રતિક્રિયા (kejriwal on Bjp asault AAP worker) આપતા જણાવ્યું હતું કે, ગણેશજીને પૂછ્યું છે અમારા કાર્યકર્તાઓ પર કેમ હુમલા થઈ રહ્યા છે અમે તો સેવા કરી રહ્યા છે.
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલોઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન સુરત પહોંચ્યા હતા, ત્યારે પ્રદેશ મંત્રી મનોજ સોરઠીયા ઉપર જે ગણેશ મંડપની બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હતો તે જ મંડપમાં ગણેશજીની મહા આરતી કરી હતી. આજે સ્થળે રાજ્યસભાના સાંસદ અને આપનાર નેતા રાઘવ ચઢા પણ મનોજ ઉપર થયેલ હુમલાબાદ આવ્યા હતા. મંડપ પર પહોંચી કેજરીવાલે ભગવાન ગણેશજીની આરતી કરી હતી. કેજરીવાલે જનસભાને સંબોધતા પણ તેઓએ આરતી નહીં બે લાઈનો ગાવી હતી.
સત્યના રસ્તા પર ચાલતા અડચણો આવશેઃ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સુરત ખાતે આ મંડપમાં આવીને લાગ્યું કે, અહીં વાઈબ્રેશન ખૂબ જ વધુ છે. અહીં પ્રભુ કણ-કણમાં ઉપસ્થિત હોય એવું લાગે છે. હું થોડા દિવસોથી ઘણો પીડામાં હતો. મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો. ત્રણ દિવસથી સુઈ શકું એવી પરિસ્થિતિ નહોતી. માથું ફાડી નાખવામાં આવ્યું હતું. આરતીમાં પણ આંખ બંધ કરી પ્રભુને પૂછ્યુ કે, અમારી શું ભૂલ હતી. અમે તો સેવા કરી રહ્યા છીએ. છતાં અમારા કાર્યકર્તાઓ પર કેમ હુમલા થઈ રહ્યા છે. ખુદ પ્રભુ બોલતા હોય એવું લાગ્યું અને કહ્યું કે, સત્યના રસ્તા પર ચાલતા અડચણો આવશે જ. આ રસ્તા પર ચાલશો તો મારા આશીર્વાદ તમારી સાથે છે.