ETV Bharat / city

સુરત કામરેજના તલાટી કમ મંત્રીના વચેટીયા રૂ. 71 હજારની લાંચ લેતા ઝડપાયા

સરકારી કર્મચારીઓ વર્ષે લાખો રૂપિયાનો પગાર મેળવતા હોય છે પરંતુ તેમ છતાંય આ કર્મચારીઓ લાંચ લીધા વગર પોતાની જાતને રોકી શકતા નથી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે જાહેરમાં ટકોર કરવી પડે છે, પરંતુ તેમ છતાં સરકારી બાબુઓના બહેરા કાન સુધી આ વાત પહોંચી જ નથી. અથવા તો તેઓ સાંભળવા માંગતા નથી. ત્યારે સુરત ACBએ વધુ એક સપાટો બોલાવી કામરેજના તલાટી કમ મંત્રીના વચેતીયાને રૂપિયા 71000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જ્યારે મહિલા તલાટી કમ મંત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 19, 2020, 10:39 PM IST

સુરત: સરકારી કર્મચારીઓ વર્ષે લાખો રૂપિયાનો પગાર મેળવતા હોય છે પરંતુ તેમ છતાંય આ કર્મચારીઓ લાંચ લીધા વગર પોતાની જાતને રોકી શકતા નથી. ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે જાહેરમાં ટકોર કરવી પડે છે, પરંતુ તેમ છતાં સરકારી બાબુઓના બહેરા કાન સુધી આ વાત પહોંચી જ નથી. અથવા તો તેઓ સાંભળવા માંગતા નથી. ત્યારે સુરત ACBએ વધુ એક સપાટો બોલાવી કામરેજના તલાટી કમ મંત્રીના વચેતીયાને રૂપિયા 71000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જ્યારે મહિલા તલાટી કમ મંત્રીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

મહિલા તલાટી કમ મંત્રીને વોન્ટેડ જાહેર

ફરિયાદીએ ઓગષ્ટ- 2019માં કામ પુર્ણ કરેલુ હતું. જે કામના રૂ. 10,60,000 પૈકી ફરીયાદીને રૂ. 9,00,000 ગ્રામ પંચાયતમાંથી ચુકવણી કરવામાં આવેલ હતી. જ્યારે 10,60,000 લેવાના બાકી હતા. ધારાએ ફરીયાદીના મળી ગયેલ રૂપિયા તથા બાકી રકમના ચેક આપવાના બદલામાં રૂ. 71000ની લાંચ માંગણી કરી હતી.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ નવસારી ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

ACBના છટકા દરમિયાન ધારા રૂપિયા લેવા તો આવી હતી, પરંતુ તેમના સાસરી પક્ષનો યુવક કિશન લાખાણીને રૂપિયા લેવા મોકલ્યો હતો. કિશને જેવા લાંચના રૂપિયા લીધા કે તરત જ ACBએ તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ટ્રેપ થઈ હોવાનું જાણતા ધારા પોતાનું ઘર છોડી ભાગી ગઈ હતી. ACBએ ધારા અને કિશનના ઘરે તપાસ હાથ ધરી હતી.

મહત્વનું છે કે, એક તરફ રાજ્ય સરકાર પોતે ઈમાનદાર હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ તેમના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી. ક્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોર્ટમાં ઝડપથી કેસ ચાલે અને તેમને કડક સજા થાય તે હવે જરૂરી બની છે.જો કે ફરાર ધારા થેસિયાની ધરપકડ કરવા ACB દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.