સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) પહેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના નિવેદનથી(Statement of BJP MLA) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમને નિશાન સાધતા કહ્યું છે કે, અધિકારીઓની નિષ્ક્રિયતાને(Municipal Corporation officials) લીધે છેલ્લા 25 વર્ષોમાં કામો થયા નથી. હું લોકોના પ્રશ્નો ઉઠાવતો રહ્યો છે. જેમાં આ મુદ્દો કોઈ વિધાનસભા ચૂંટણીને લઈને નથી. જે લોકોની સમસ્યા છે, તેનો કોર્પોરેટોરોથી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો: શાળાઓની બહાર ટ્રાફિકની સમસ્યા દૂર કરાવા અપાયા આદેશ
ભાજપના ધારાસભ્યના એક નિવેદનને કારણે હાલ ફરી એક વખત ચર્ચામાં - વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ આરોગ્ય પ્રધાન(Former Health Minister of Gujarat) અને હાલ વરાછા મતવિસ્તારની ભાજપના ધારાસભ્ય પોતાના એક નિવેદનને કારણે હાલ ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. પહેલા પોતાના મત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને(Traffic Problem in Varachha Constituency) લઈ પણ તેઓએ જે રીતે ટ્રાફિક વિભાગ પર આક્ષેપો(Allegations on traffic department) કર્યા હતા. તેને લઈ ચર્ચામાં હતા અને આ વખતે ફરી એક વખત પોતાના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નિષ્ક્રિય છે અને કામ ન કરતા હોવાની ફરિયાદ કરી છે.
લોકોના પ્રશ્નો ઉઠાવતો રહું - કિશોર કાનાણી(કુમાર)એ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં યોગ્ય અને સમયસર કામગીરી કોર્પોરેશનના અધિકારીઓ કરતા નથી છેલ્લા 25 વર્ષથી અલગ અલગ કામોની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કામ પૂર્ણ કરતા નથી. લોકોના પ્રશ્નો ઉઠાવતો રહું છું. આ મુદ્દાઓને વિધાનસભા ચૂંટણીથી કોઈપણ સંબંધ નથી.
આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશન પર AAPના આક્ષેપો, કહ્યું- "ભાજપે ગાયના નામે માત્ર મત જ માંગ્યા"
કુમાર કાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે - સુરત મહાનગરપાલિકામાં સંકલન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર(Municipal Commissioner in Coordination Meeting) સાથે ચર્ચા થઈ હતી. અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર(Aam Aadmi Party Corporator) છે. લાઈટ, રસ્તા, ગટર વગેરે જેવી અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. કોર્પોરેશનની બાબત ધારાસભ્યની નથી. તેમ છતાં કોર્પોરેટર આપના હોવાના કારણે અમે આ બાબતે અધિકારીઓને જાણ કરતા હોઈએ છીએ. જોકે, તેનો યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.