JEE ની પરીક્ષાઓ આવનાર જૂલાઈના અંતિમ સપ્તાહમાં લેવાશે
વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તનતોડ મહેનત
ઓફલાઈન ટ્યુશન ક્લાસ શરૂ થયા
સુરત: ભારત દેશમાં ઘણા લાંબા સમય બાદ JEE Main B.E /Tech-Session-3-4ની પરીક્ષા લેવમાં આવશે. સુરતમાં આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અંતિમ તૈયારીમાં લાગ્યા છે. જોકે આ પરીક્ષાઓ એપ્રિલમાં લેવાની હતી પરંતુ દેશમાં કોરોના કહેર ખુબ જ વધુ હોવાથી પરીક્ષાઓ લેવામાં આવી નોહતી અને હવે આ પરીક્ષાઓ જુલાઈ અને ઓગસ્ટના 2 તારીખ સુધી લેવાની છે.
વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મહેનત
આ પરીક્ષાની તૈયારીઓમાં સુરતના વિદ્યાર્થીઓ પણ ખુબ જ મેહનત કરી રહ્યા છે.આ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ 10 થી 12 કલાક આપી રહ્યા છે.અને પોતાના ઓનલાઇન ક્લાસમાં પણ ધ્યાન આપી રહ્યા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન-કોચિંગ-કલાસસી ખોલવાની પરવાનગીઓ આપવામાં આવી છે તો JEE Main B.E /Tech-Session-3-4ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઑફલાઇન કલાસમાં જઈને તૈયારીઓ કરી રહ્યા છે.અને તેમના શિક્ષકો દ્વારા પણ જે પણ ક્વેરીઓ હોય તે સોલ્વ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા: હાઈકોર્ટ
ગુરૂ-શિષ્યની પરંપરા
JEE-Mainના એક શિક્ષકે જણાવ્યું હતું કે હાલ તો ખુશીની વાત છે કે દોઢ વર્ષ બાદ હું વિદ્યાર્થીઓને આજે ક્લાસમાં જોઈ રહ્યો છું. આપણે જે દેશના છીએ તે દેશમાં ગુરુ શિષ્યની પરંપરા છે. હાલ જે રીતે હું ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવતો હતો, પણ આ એક ફોર્માલિટી માટે હોય એમ લાગી રહ્યું હતું. ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓનો આઈ કોન્ટેક ન થતા ભણાવવાની મજા નહોતી આવતી.
50 ટકા હાજરી સાથે ઓનલાઈન ક્લાસ શરૂ
સરકાર દ્વારા 50 ટકાની હાજરી સાથે અમે ઑફલાઇન ક્લાસ શરૂ કર્યા છે. હાલમાં અમે પાંચ જ વિદ્યાર્થીઓને જ બોલાવ્યા છીએ, કારણકે અમારે વિદ્યાર્થીઓની સેફટી પણ જોવાની છે. ક્લાસમાં અમે વિદ્યાર્થીઓ પાસે તૈયારીઓ કરવી રહ્યા છે કારણકે ઓનલાઈનમાં વિદ્યાર્થીઓ જેટલુ સમજી શકે છે તેનાથી વધુ તેઓ લોકો ઑફલાઇનમાં ક્લાસમાં સમજી શકે છે. આજે જ્યારે હું મારી સામે વિદ્યાર્થીઓને સામે બેસીને ભણાવું છુ ત્યારે મને લાગે છે કે તેઓ જરૂર પાસ થશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Offline Exam આજથી શરૂ, 50 કિલોમીટરથી દૂર સેન્ટર ફળવાતા વિદ્યાર્થીઓમાં રોષ
દિવસમાં 11 થી 13 કલાકનો સમય આપીયે
JEE Main B.E /Tech-Session-3-4 પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઇન ક્લાસમાં જયારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે અમુક વસ્તુઓ સમજ પડતી તો અમુક વસ્તુઓ સમજ પડતી નહોતી. હવે ઓફલાઇન ક્લાસ શરૂ થયા છે તો હવે એમે ક્વેરી પૂછી શકીએ છે અને તે પ્રમાણે જે તૈયારી કરીએ છીએ. હવે પરીક્ષાની અંતિમ તૈયારીઓમાં ઘરે 11 થી 13 કલાક સુધીનો સમય આપીયે છીએ.
અઠવાડિયામાં બે થી ત્રણ વાર ટેસ્ટ
JEE Main B.E /Tech-Session-3-4 પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમય બાદ ઓનલાઇન માંથી ઑફલાઇન આવ્યા છીએ અને જે ઓનલાઈનમાં ડાઉટ સોલ્વ નહોતા થતા તે હવે સર પાસે આવીને સોલ્વ થઇ જાય છે. આ પરીક્ષા માટે ઘરે 11 થી 12 કલાકનો સમય આપીયે છીએ. પેરેન્ટ્સ દ્વારા પણ સારું એવું પ્રોત્સાહન આપવામાં આવે છે. પરીક્ષા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ક્લાસ દ્વારા પરીક્ષાઓ પણ લેવામાં આવે છે.