ETV Bharat / city

17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી

આજે વર્લ્ડ ચેરિટી ડે છે. મદદની ભાવનાથી કરાતું પરોપકારી કામ લોકોને નવી દિશા આપે છે. ચેરિટી અંગે અનેકવાર આપે સાંભળ્યું હશે પરંતુ નાની ઉંમરમાં આવી ભાવના અન્ય લોકોને પ્રેરણા આપે છે. સુરતની માત્ર 17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી અને કોરોના જેવા કપરા કાળમાં 500થી વધુ જરૂરીયાત મંદ લોકોની સેવા કરી છે.

surat
17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી
author img

By

Published : Sep 5, 2021, 1:15 PM IST

  • જાનવી કોરોના જેવા કપરા કાળમાં 500થી વધુ જરૂરીયાત મંદ લોકોની સેવા કરી છે
  • જાનવીએ પોતે ડોનેટ ફોર નીડી સંસ્થા બનાવી છે
  • વેબસાઇટના માધ્યમથી તે લોકો પાસેથી અનાજ અને વસ્ત્ર એકત્ર કરી જરૂરીયાતમંદ સુધી પહોંચાડે છે

સુરત : 17 વર્ષિય વિધાર્થિનીએ જરૂરતમંદ લોકોની મદદ કરવા માટે એપ અને વેબસાઈટ બનાવી છે. વેબસાઇટના માધ્યમથી તે લોકો પાસેથી અનાજ અને વસ્ત્ર એકત્ર કરી જરૂરીયાતમંદ સુધી પહોંચાડે છે . કોરોના કાળમાં તેણે 500 થી વધુ લોકોની મદદ કરી છે. આટલી નાની ઉંમરમાં લોકોની સેવા કરવા માટે તત્પર છે અને આ માટે પોતે જ વેબસાઇટ ડિઝાઇન કરી છે.આ વેબસાઈટ થકી તે હજીરાના અંતરિયાળ ગામમાં રહેતા બાળકોને અનેક વિષયો પર વર્ચ્યુઅલ ભણાવે પણ છે. જાનવીએ પોતે ડોનેટ ફોર નીડી સંસ્થા બનાવી છે, જેના થકી તે જરૃરતમંદોને અનાજ-કપડા વગેરે કિટ વિતરણ કરી ચુકી છે. તેને ફ્યુચરમાં કોમ્પ્યુટર-કોડિંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા છે.

17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી

આ પણ વાંચો : જયપુરના કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિક બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

વેબસાઈટ સાથે ઘણાં લોકો જોડાયા છે

આ અંગે જાનવી વેકરીયા એ જણાવ્યું હતું કે, "બે વર્ષ પહેલા એક હેકોથોન કાર્યક્રમમાં તેણે ભાગ લીધો હતો જ્યાં એક સામાજિક વિષય પર એપ બનવાનું હતું". કોરોના કાળમાં તેને લાગ્યું કે આ સમયે જરૂરિયાત મંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓની જરૂર હશે. ત્યારે તેણે આવા લોકોની મદદ માટે પોતે વેબસાઈટ તૈયાર કરી છે. તેની આ વેબસાઈટ સાથે ઘણાં લોકો જોડાયા છે, તેના આ નોબલ કોઝ કહી શકાય તેવા ભગીરથ કાર્યમાં ભાગીદાર બન્યા.500 થી વધુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. સાથે જાહનવી હજીરા ખાતે રહેતા ગરીબ બાળકોને આ જ વેબસાઈટ ના માધ્યમથી વિજ્ઞાનના વિષયો પર અનેક પ્રયોગાત્મક ભણતર પણ કરાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.