- બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત
- ટુરિસ્ટ ટ્રેનો રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે
- ટૂર પેકેજોમાં ભોજન, માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા
સુરત : IRCTC અમદાવાદ રીજનલ ઓફિસના સહાયક મેનેજર એમ.એચ ખાને ETV Bharatને જણાવ્યું હતું કે, આ બધી ટૂર કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરી છે. આ બધી ટુરિસ્ટ ટ્રેનો ( Tourist trains ) રાજકોટથી ઉપડશે અને રાજકોટ પરત આવશે. આ ટૂર પેકેજોમાં ભોજન માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી અને જાહેરાત માહિતી માટે એનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે
આ પણ વાંચોઃ રૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન