ETV Bharat / city

ચાઈનીઝ વસ્તુઓનું ડમ્પિંગ નહીં થતા દેશને 40 હજાર કરોડનો ફાયદો થયો, જુઓ વિશેષ અહેવાલ

author img

By

Published : Nov 14, 2020, 10:20 PM IST

દેશમાં ચીની સામાનના બહિષ્કાર વચ્ચે કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાં સ્વદેશી વસ્તુઓના વેચાણની ચળવળ ચલાવવામાં આવી હતી. જેને કારણે ભારતમાં ચાઈનાની વસ્તુઓનું ડમ્પિંગ નurx થતા 40 હજાર કરોડનો ફાયદો થયો છે અને તેનો લાભ દેશના 7 કરોડ વેપારીઓને થયો છે.

ચાઈનીઝ વસ્તુઓનું ડમપિંગ ન થતા દેશને 40 હજાર કરોડનો ફાયદો થયો

  • ચાઈનીઝ વસ્તુઓનું ડમ્પિંગ નહીં થતાં દેશને 40 હજાર કરોડનો ફાયદો
  • દેશના 7 કરોડ વેપારીઓને થયો લાભ
  • આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના અભિયાનની મોટી અસર જણાઈ

સુરતઃ ચાઇના માટે ભારત મોટું કન્ઝયુમર માર્કેટ રહ્યુ છે, છતાં ચીન દ્વારા હંમેશા ભારત વિરોધી નીતિ અપનાવવામાં આવે છે. જેથી સમગ્ર દેશમાં ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારનો અવાજ ઉઠ્યો છે. તેમાં પણ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના અભિયાનની મોટી અસર ભારતવાસીઓ ઉપર પડી છે. ત્યારે કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સ્વદેશી વસ્તુઓના વેચાણની ચળવળ ચલાવવામાં આવી હતી. કારણ કે ચાઈનીઝ ચીજવસ્તુઓના ભારતમાં ડમ્પિંગથી સ્થાનિક ભારતીય બજારોને મોટો ફટકો પડતો હોય છે.

ચાઈનીઝ વસ્તુઓનું ડંપિંગ નહીં થતા દેશને 40 હજાર કરોડનો ફાયદો

ચાઈનીઝ વસ્તુઓના વેચાણથી નાના-નાના વેપારીઓને પડી રહ્યો તો મોટો ફટકો

દિવાળી પર્વની જ વાત કરીએ તો ફટાકડા, લાઈટિંગ, તોરણ, લેમ્પ, ડકોરેશન પ્રોડક્ટસ જેવી ચાઈનીઝ ચીજવસ્તુઓનું ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ડમ્પિંગ થાય છે. જેને કારણે નાના-નાના ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલાઓ દ્વારા તૈયાર કરાતી ચીજવસ્તુઓના વેચાણને મોટો ફટકો પડે છે. કોડિયા, રંગોળી, મીણબત્તી, ફટાકડા જેવી સામગ્રી બનાવનારાઓને યોગ્ય વળતર સુધ્ધાં મળતું નથી અને શ્રમિકોની રોજીરોટી સામે પણ પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ વર્ષે ચીનથી સામાન ન મંગાવવાના કારણે દેશમાં સો, બસો નહીં પરંતુ 40 હજાર કરોડનો ફાયદો થયો છે. એટલે કે ચાઇનાથી 40 હજાર કરોડની વસ્તુઓનો વેપારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેના કારણે દેશના 7 કરોડ જેટલા વેપારીઓને ફાયદો થયો છે. શિપરોકેટના ડેટા પ્રમાણે ઉત્પાદનની અલગ અલગ કેટેગરી ઉત્સવની સીઝનમાં વ્યક્તિગત સંભાળ 18.45 ટકા, ખોરાક અને કરિયાણું 16.51 ટકા, એપરલ 15.09 ટકા, ઇલેક્ટ્રોનિક્સ 11.37 ટકા, આરોગ્યસંભાળ 7.60 ટકા, ઘરગથ્થુ અને સફાઇ પુરવઠો 4.59 ટકા અને ઘરેણા 3.83 ટકા રહે છે.

સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત અલગ-અલગ લેવલે માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજાવવાનું શરૂ કરાયું

કનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના ઓર્ગેનાઇઝ સેક્રેટરી બરકત પંજવાનીએ કહ્યું કે, લોકોને સ્વદેશી અપનાવો મોમેન્ટ અંતર્ગત અલગ-અલગ લેવલે માર્કેટિંગ સ્ટ્રેટેજી સમજાવવાનું શરૂ કર્યું હતું. જેમાં કઈ રીતે આપણે ભારતની ઈન્ડસ્ટ્રી અને વેપારીઓનો ગ્રોથ વધારવો અને સ્વદેશી વસ્તુઓ જ વહેંચવી જેવું સમજાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા એ માન્યતા હતી કે ચાઈનાની વસ્તુઓ સસ્તી પડે છે અમે આ માન્યતા તોડી છે અને કોસ્ટિંગ નીચે લાવવા માટે નાના-નાના સેન્ટરોમાં આદિવાસી વિસ્તારના લોકો પાસે વસ્તુઓ બનાવી કે જેઓ રોજના 80 થી 100 રૂપિયા મજુરી મેળવીને પણ ખુશ હોય છે. તે લોકો ખુશ રહે એ માટે અમે તેમને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડયો અને તેઓએ મેન્યુફેક્ચર કર્યું અને અમે યુપી, બિહાર, દિલ્હી જેવા સેન્ટરો પર એક્ઝિબિશન કર્યા. જેને કારણે ચાઇનાથી 40 હજાર કરોડની વસ્તુઓ ભારત આવી શકી ન હતી અને તેનો લાભ 7 કરોડ વેપારીઓને થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.