ETV Bharat / city

સુરતમાં કોરોના કાળમાં ડિજિટલ ગેજેટનું બે ગણુ વેંચાણ

કોરોનાકાળમાં લાદવામાં આવેલા લોકડાઉનથી લઈને અત્યાર સુધી સૌથી વધુ જો કોઈ ઉદ્યોગ ચાલુ હોય તો તે લેપટોપ અને કમ્પ્યુટરનો છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન કલાસીસના કારણે અચાનક જ કમ્પ્યુટર અને લેપટોપની ડિમાન્ડમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. સુરતના લેપટોપ અને કમ્પ્યુટરના વિક્રેતાઓ મુજબ આ સમયગાળામાં બે ગણુ વેચાણ થયું છે.

સુરતમાં કોરોના કાળમાં ડિજિટલ ગેજેટનું બે ગણુ વેંચાણ
સુરતમાં કોરોના કાળમાં ડિજિટલ ગેજેટનું બે ગણુ વેંચાણ
author img

By

Published : Nov 20, 2020, 8:22 PM IST

  • કોરોના કાળમાં ડિજિટલ ગેજેટનું વેચાણ વધ્યુ
  • કમ્પ્યુટર અને લેપટોપની ડિમાન્ડમાં વધારો
  • સેકેન્ડ હેન્ડ ગેજેટના વેચાણમાં પણ વધારો

સુરત : કોરોનાકાળમાં લાદવામાં આવેલા લોકડાઉનથી લઈને અત્યાર સુધી સૌથી વધુ જો કોઈ ઉદ્યોગ ચાલુ હોય તો તે લેપટોપ અને કમ્પ્યુટરનો છે. વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન કલાસીસના કારણે અચાનક જ કમ્પ્યુટર અને લેપટોપની ડિમાન્ડમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. સુરતના લેપટોપ અને કમ્પ્યુટરના વિક્રેતાઓ મુજબ આ સમયગાળામાં બે ગણુ વેચાણ થયું છે.

સુરતમાં કોરોના કાળમાં ડિજિટલ ગેજેટનું બે ગણુ વેંચાણ
કોરોનાના કારણે ડિજિટલ વપરાશ વધ્યો કોરોના સંક્રમણ વધુ ન વકરે એ માટે લોકડાઉન, વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન ક્લાસીસ શરૂ રાખવામાં આવ્યા હતા. પરંતુ અચાનક જ ડિજિટલ વપરાશ વધતા લેપટોપ અને કમ્પ્યુટરની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો હતો. સુરતની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક શહેર હોવાના કારણે તેમજ વિદ્યાર્થીને ઓનલાઈન ક્લાસીસ માટે લેપટોપ અને કમ્પ્યુટરની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી પરિસ્થિતિ એવી સર્જાઈ કે એક જ પરિવારમાં ત્રણ થી ચાર લોકોને ઓનલાઇન ભણતર અને કામકાજ માટે કોમ્પ્યુટર અને લેપટોપની જરૂરિયાત પડી છે. પરંતુ બજારમાં આ બંનેની અછત જોવા મળી રહી હતી. જેથી ડિમાન્ડમાં ત્રણ ગણો વધારો થયો હોવા છતાં આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ ડિમાન્ડ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શક્યા ન હતા. તેમ છતાં તેઓએ આ સમયે બે ગણા લેપટોપનું વેચાણ કર્યું છે.લેપટોપ અને કમ્પ્યુટરની ડિમાન્ડમાં વધારોકમ્પ્યુટર, લેપટોપ અને તેના પાર્ટસના હોલસેલ વેપારી અભિનવ સીંઘીએ જણાવ્યું હતું કે, સુરતમાં કોરોના કાળમાં જે રીતે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસીસ અંગેનું ચલણ શરૂ થયું તેના કારણે લેપટોપ અને કમ્પ્યુટરની ડિમાન્ડમાં અચાનક જ વધારો થયો હતો. તેથી પરિસ્થિતિ આવી સર્જાઈ કે ડિમાન્ડ સામે સપ્લાય કરવાની મુશ્કેલી થવા લાગી હતી. કારણ કે કંપની દ્વારા લિમિટેડ સ્ટોક મોકલવામાં આવતા હતા. જોકે કોરોના કાળમાં બે ગણા લેપટોપ અને દોઢ ગણા કમ્પ્યુટરનું વેચાણ થયું છે. તેની સાથે કમ્પ્યુટરની એસેસરી તેમજ પાર્ટસના વેચાણમાં પણ વધારો થયો છે.સેકન્ડહેન્ડ ગેજેટના વેચાણમાં સૌથી વધુ વધારો નવા લેપટોપ અને કમ્પ્યુટરના વેચાણ સાથે સેકન્ડહેન્ડ ગેજેટના વેચાણમાં પણ સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. સેકન્ડ હેન્ડ કોમ્પ્યુટર અને લેપટોપના વેચાણ કરનારા જોગેશ્વર પાંડેએ જણાવ્યું હતું કે, લોકોને નવા લેપટોપ અને કમ્પ્યુટર ન મળતા લોકો સેકન્ડ હેન્ડ લેપટોપ કોમ્યુટર ખરીદવા માંડ્યા હતા. તેમજ કેટલાકની સ્થિતિ સારી ન હોવાના કારણે પણ આવા કોમ્પ્યુટર અને લેપટોપ ખરીદી રહ્યા હતા. પરંતુ તેમાં પણ સ્ટોકની અછત હતી. જેથી ડિમાન્ડ સામે માત્ર 23 થી 25 ટકા જ ડિમાન્ડ પૂર્ણ કરવામાં આવી છે. લોકોએ આ સમય દરમિયાન ખરાબ સ્થિતિના લેપટોપ અને કમ્પ્યુટર પણ ખરીદી કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.