- સરકારી આમંત્રણ પત્રિકામાં ભૂલ
- સોશિયલ મીડિયામાં ભૂલ થઇ ટ્રોલ
- ધારાસભ્યએ સુધારી ભૂલ
સુરત: ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ દ્વારા શનિવારે બુડીયાની રામજી વાડી ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે. આ અંગેની આમંત્રણ પત્રિકા ઝંખના પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં રહેતા અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન અને પરિવાર કલ્યાણ પ્રધાન કુમાર કાનાણીના નામની આગળ ડૉકટર લખી દેવાયું હતું. સુરતમાં સૌ કોઈ જાણે છે કે કુમાર કાનાણીનો શૈક્ષણિક અભ્યાસ કેટલો છે. આ સ્થિતિમાં ઝંખના પટેલે કરેલા છબરડા અંગે સોશિયલ મીડિયામાં ટીકાઓ થઇ હતી. સોશિયલ મીડિયામાં થયેલી ટીકાની જાણ થતા જ ઝંખના પટેલે ભૂલ સુધારીને નવી પત્રિકા સોશિયલ મીડિયા પર મૂકી હતી.
વધુ વાંચો: IPL 2020માં ખેલાડીના ફિટનેસની ટ્વિટર પર મજાક ઉડી
આમંત્રણ પત્રિકામાં ભૂલ થઈ
ભૂલ અંગે ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં ભૂલ થઈ છે. એ બાબત મારા ધ્યાને આવી છે અને ત્યારબાદ તાત્કાલિક સુધારા કરવા આદેશ આપતા અને નવી પત્રિકા પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આમંત્રણ પત્રિકામાં માનનીય શ્રી ડૉક્ટર કુમાર કાનાણી સાહેબ લખવામાં આવ્યું હતું. લોકોએ સ્ક્રીનશોટ પાડીને ધારાસભ્યને ટ્રોલ કરતા ભૂલ સુધારી હતી.
વધુ વાંચો: દિયા મિર્ઝાએ પ્રેગ્રેંસી પર સવાલ ઉઠાવી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો