- કારચાલક હંમેશા નશામાં લોકોને મારે છે ટક્કર
- પોલીસે સ્થાનિકોના કહેવા પ્રમાણે કારચાલકની કરી ધરપકડ
- કારચાલકે એક્ટિવાચાલકને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી
આ પણ વાંચોઃ ધાનેરા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત
સુરતઃ કાર અને એક્ટિવા વચ્ચેના અકસ્માત અંગે સ્થાનિકોનું કહેવું છે કે, કારચાલક હંમેશા નશામાં જ હોય છે. કારચાલક નીમેશ બાબુ સાકરિયા (રહે. શાંતિનગર- 2, પ્લોટ નંબર 143 સરથાણા) હંમેશા દારૂના નશામાં જ હોય છે અને હંમેશા આજુબાજુ વિસ્તારમાં ફરતો જ રહે છે. ત્યારે સરથાણા પોલીસે આરોપી કારચાલક નીમેશ બાબુ સાકરિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતમાં હિટ એન્ડ રન: મર્સિડિઝે સાયકલ, બાઇક અને ઓટોરિક્ષાને અડફેટે લેતા એકનું મોત
સ્થાનિકોએ કારચાલકને રોક્યો પણ તે ભાગી ગયો
આ અંગે મળતી માહિતી અનુસાર, સાગર યોગી નામનો યુવક યોગી ચોક તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી કારે તેને ટક્કર મારી હતી, જેના કારણે તે 20થી 30 ફૂટ સુધી ઘસેડાયો હતો. ત્યારબાદ કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિકોએ કારચાલકને રોક્યો પણ હતો, પરંતુ તે નશાની હાલતમાં જ ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે, કારચાલક નીમેશ સાકરિયા હંમેશા નશામાં રહે છે અને લોકોને અડફેટે લે છે. પોલીસે આરોપીની કાર કબજે કરી આરોપી સામે ફરિયાદ નોંધી છે.