- 50 બાય 40 ફૂટના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો
- છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા શિક્ષણ બચાવોનો અનોખો વિરોધ કરાયો
- સરકારના પાંચ વર્ષ પૂર્ણ નિમિત્તે શહેરોમાં 1થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા
- MTB આટર્સ કોલેજની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
સુરત: ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ નિમિત્તે શહેરોમાં 1થી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દે આ વિજય ઉત્સવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી MTB આર્ટસ કોલેજની બહાર શહેર કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા રૂપાણી સરકાર વિરુદ્ધ સૂત્રોરચાર કર્યા હતા.
આ પણ વાંચો- કાંકરેજના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું અનોખું શેરી શિક્ષણ
ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવોના નારા સાથે અનોખો વિરોધ દર્શાવ્યો
વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર પાસે આમ આદમી પાર્ટીના છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા 50 બાય 40 ફૂટ મોટા બેનર સાથે નવ ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ અટકાવો તથા ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવોના નારા સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત સરકાર શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહ્યું છે
સુરત(surat) શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી MTB આટર્સ કોલેજની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા એવા ભાવેશ રબારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ છે. ભાવેશ રબારીએ કહ્યું કે, ગુજરાત સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટની અંદર હાલમાં જે સુધારો કર્યો છે, તેની અંદર ખાનગી યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોને ફરજિયાત સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે, એ નિર્ણય બતાવી રહ્યો છે કે, ગુજરાત સરકાર ધીરે-ધીરે શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહ્યું છે.
વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં ફરજિયાત મોંઘુ શિક્ષણ લેવા મજબુર બન્યા છે
રાજ્ય તથા શહેરોની સ્કૂલોમાં વ્યાપારીકરણ તો હતું જ, પરંતુ હવે ઉચ્ચ શિક્ષણમાં પણ કોલેજોમાં આ રાજ્ય સરકાર દ્વારા વ્યાપારીકરણ કરવાનું શરૂ કર્યું છે. જેથી જે વિદ્યાર્થીઓ 500થી 1000 રૂપિયા ફી ભરી શિક્ષણ લેતા હતા. તે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં ફરજિયાત મોંઘુ શિક્ષણ લેવા મજબુર બન્યા છે. ગુજરાત સરકારે જે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટની અંદર ફેરફાર કર્યો છે, તે જોઈને એમ લાગી રહ્યું છે કે, આ સરકાર માત્ર મૂડી પતિઓની સરકાર છે. ગરીબ-મધ્યમવર્ગની આ સરકાર નથી. એનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારના ચાલી રહેલા વિજય ઉત્સવનો અનોખો વિરોધ કરાયો
વરાછા વિસ્તારમાં આવેલા મીની બજારમાં આમ આદમી પાર્ટીના છાત્રા યુવા સંઘર્ષ સમિતિએ રાજ્ય સરકારના ચાલી રહેલા વિજય ઉત્સવનો અનોખો વિરોધ કર્યો હતો. છાત્રા યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મીની બજાર પાસે આવેલા પુલ પરથી 50 બાય 40 ફૂટ મોટા બેનર લગાવી દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવો તથા નવી ગ્રાન્ટેડ કોલેજમાં ખાનગીકરણ અટકાવોના નારા સાથે રાજ્ય સરકારનો વિજય ઉત્સવનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો- હરિયાણામાં ભાજપ નેતાઓ સામે વિરોધ પ્રદર્શનમાં કિસાન-જવાન આમનેસામને
ખાનગીકરણ અટકાવો સુરત તથા દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવો
છાત્ર યુવા સંઘર્ષ સમિતિના અધ્યક્ષ મિત હરીપરાએ કહ્યું કે, સુરત શહેરની નવ ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ થયું છે, તે રાજ્ય સરકારની ગેરનીતિ છે. જેથી અમે અને અમારા વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવો તથા ગ્રાન્ટેડ કોલેજનું ખાનગીકરણ અટકાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓના ફીમાં વધારો થશે. જે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી છે, જે વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી, તે વિદ્યાર્થીઓ ભણી શકશે નહીં. સુરત શહેરની પ્રસિદ્ધ નવ નામાંકિત સારી કોલેજો છે. ખાનગીકરણ અટકાવો સુરત તથા દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવો.