- સુરત કમિશ્નરની જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક
- પવિત્ર રમઝાન માસ સાદગી પૂર્વક ઉજવવા કરી અપીલ
- મુસ્લિમ અગ્રણીઓએ સ્વીકારી જવાબદારી
સુરત :પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, મુસ્લિમ બિરાદરો રોજો પૂરો થયા બાદ બહાર લટાર મારવા નિકળતા હોય છે. દરમિયાન માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન નહીં થતા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઇ રહી છે, પરિણામે લઘુમતી સમાજના લોકોને સાદગીપૂર્વક તહેવારની ઉજવણી કરવા સાથે કોવિડ અને નિયમોનું પાલન કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે શહેર કમિશ્નર બંછાનિધિ પાનીએ મુસ્લીમ ધર્મગુરુઓ તથા સમાજના અગ્રણીઓ સાથે કમિશ્નરે બેઠક યોજી હતી.
સ્થાનિક આગેવાનોએ જવાબદારી સ્વીકારી
શહેરના મુસ્લિમ બિરાદરો રમઝાન મહિનો સાદગીપૂર્વક અને કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે ઉજવે તે માટે જરૂરી માર્ગદર્શન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, આ સાથે રમઝાન માસ દરમિયાન બજારોમાં લોકો ભેગા નહીં થાય તેની સ્થાનિક આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે. આ અંગે નિર્ણય લેવા માટે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર અત્યંત ગંભીર હોવાને કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન
કોરોનાનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું
ઉત્તરાખંડમાં યોજાઈ રહેલા કુંભના મેળા ને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કુંભમાં દર્શનાર્થે ગયેલા લોકો પોતાના શહેરમાં પરત ફરી રહ્યા છે, દરમિયાન કેટલાક પ્રવાસીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાની ચિંતામાં વધારો થયો છે. કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય તે માટે સુરત રેલ્વે સ્ટેશન શહેરના એન્ટ્રી પોઇન્ટ એરપોર્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.