ETV Bharat / city

સુરતમાં પત્નીના ટોન્ટથી કંટાળી પતિએ ATM તોડવાનો પ્રયાસ કર્યો - ATM મશીનના CCTV ફૂટેજ

સુરતમાં દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે રહેતો પાર્થ રાવલ નામનો યુવક કોઈ કામ ધંધો ન કરતો હોવાથી તેની પત્નીએ તેને ઘરમાં આવવાની ના પાડી દીધી હતી. પાર્થની પત્નીએ તેને કહ્યું કે, હવે પૈસા લીધા વિના ઘરમાં ન આવતા. એટલે પાર્થે ઉશ્કેરાઈને ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને આ અંગે જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા યુવક દિલ્હી ગેટ ચાર રસ્તા પર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં પત્નીના ટોન્ટથી કંટાળી પતિએ ATM તોડવાનો પ્રયાસ કર્યો

author img

By

Published : Apr 5, 2021, 12:10 PM IST

  • સુરતમાં દિલ્હી ગેટ ચાર રસ્તા પર ATM તોડવાનો પ્રયાસ
  • કામ ધંધો ન કરતા પાર્થ રાવલે ATM તોડવાનો કર્યો પ્રયાસ
  • પાર્થની પત્ની હંમેશા તેને કામ ધંધો કરવાનો આપતી હતી ઠપકો

સુરતઃ દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે આવેલા એક ATMમાં જઈ મોડી રાત્રે એક યુવકે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ATMમાં લાગેલા CCTV ફૂટેજમાં મુંબઈની મુખ્ય ઓફિસને શંકાસ્પદ વ્યક્તિ નજરે પડતા તેમણે સુરતના એરિયા મેનેજરને જાણ કરી હતી. આ અંગે મહિધરપુરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે CCTVના આધારે યુવકની તપાસ કરતા આ યુવક મહિધરપુરા ભવાની વડ પાસે રહેતો પાર્થ રાવલ નીકળ્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેની પાસે કોઈ કામ ધંધો નથી. તેની પત્નીએ કહ્યું હતું કે હવે પૈસા લઈને જ ઘરે આવજો એટલે પતિ રોષે ભરાતા રાત્રે 2 વાગ્યે ATMમાં ચોરી કરવા ગયો હતો.

આ પણ વાંચોઃ કડીમાં ખાનગી બેંકનું ATM તોડવા ગેસ કટર વાપર્યું, પૈસા બળીને ખાખ

CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ

આ અંગે મળતી વિગતો અનુસાર, અડાજણ હની પાર્ક રોડ પર માધવ પાર્કમાં રહેતો જ્ઞાન સુભાષ મિશ્રા એક ખાનગી કંપનીમાં સુરત જિલ્લાના એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપની સુરતમાં આવેલી બેન્કના ATMની દેખરેખ રાખે છે. તે દરમિયાન આ હેડ ઓફિસ એરિયા મેનેજર પર ફોન આવ્યો હતો અને સુરતના દિલ્હી ગેટ ખાતે ATM મશીનના CCTV ફૂટેજમાં કોઈ વ્યક્તિ ATM તોડી રહ્યો હતો. એટલે એરિયા મેનેજરે પોલીસને જાણ કરતા મહિધરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લા LCB ટીમને બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી

પત્નીએ કામ ધંધા બાબતે ઠપકો આપતા આ કૃત્ય કર્યું હોવાનું જણાયું

પોલીસ અને મેનેજર તાત્કાલિક ATM મશીન પર પહોંચ્યા હતાય જ્યાં ATMમાં કેસ ડિસ્પેન્સર સહી સલામત હતું. આથી ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું હતું. જોકે, યુવકે ATMને 94 હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. CCTVમાં કેદ થયેલા યુવકની શોધખોળ કરતાં મહિધરપુરા પોલીસે ભવાની વડ પાસે સોમનાથ શેરીમાં રહેતા પાર્થ ભીખા રાવલને ઝડપી પાડયો હતો. પાર્થે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેની પત્નીએ કામ ધંધા બાબતે ઠપકો આપતા પાર્થ ઉશ્કેરાઈને રૂપિયા લાવવા માટે ATM મશીન તોડવા પહોંચી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.