ETV Bharat / city

કેન્દ્ર સરકારના નિયમ વિરુદ્ધ સુરતમાં ડૉકટરે મહાત્મા ગાંધી બની વિરોધ દર્શાવ્યો - gujarat news

સુરતમાં બે દિવસ માટે ડૉક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જરદોશે મહાત્મા ગાંધીની વેશભૂષા ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ડૉક્ટરો સ્વાસ્થ્ય સંબંધિત આવેલી નવી ગાઈડલાઈન્સ કે જેમાં કેન્દ્ર સરકારે આયુર્વેદના ડૉક્ટરોને નાક-કાન-ગળા-પેટ સહિતનાં અંગોના ઓપરેશનની છૂટ આપી છે, તેનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

Surat
Surat
author img

By

Published : Feb 5, 2021, 9:11 PM IST

  • સુરતમાં બે દિવસ માટે ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા
  • ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સંકળાયેલા કરો આજે ભૂખ હડતાળ પર
  • ડૉક્ટરો આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે

સુરત: શહેરમાં બે દિવસ માટે ડૉક્ટરો ભૂખ હડતાલ પર ઉતર્યા છે. IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જરદોશે આ હડતાળમાં મહાત્મા ગાંધીની વેશભૂષા ધારણ કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડૉક્ટરોનું કહેવું છે કે, આયુર્વેદના ડૉક્ટરો જટિલ રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે પણ જો તેઓ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન થકી આયુર્વેદના તબીબોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા ઉપરાંત હરસ, ભગંદર સહિત 55 અંગો-રોગોમાં શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપી છે. જેનો વિરોધ છેલ્લા કેટલાક સમયથી ડૉક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સરકાર ફેરવિચારણા નહીં કરે તો આગામી દિવસીમાં પણ વિરોધ કરાશે

સુરતના જીવનભારતી રોટરી હોલ ખાતે મોટી સંખ્યામાં અને નર્સિંગ સ્ટાફના લોકો ભેગા થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો સખત વિરોધ કરી નિયમને પરત લેવાની માગણી કરી હતી. જો સરકાર ફેરવિચારણા નહીં કરે તો આગામી દિવસીમાં પણ તેનો વિરોધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.