સુરતના ભટાર વિસ્તારમાં આવેલા વૈશાલી એપાર્ટમેન્ટમાં રહેતા રહેતા પિંકીબેન બોહરા લૂંટારૂ ગેન્ગનો ભોગ બન્યા છે. ખટોદરા વિસ્તારમાં આવેલા રાજ ઓલમ્પિય શોપિંગ સેન્ટરમાંથી શોપિંગ કરી પિંકી બેન પરત ફરી રહયા હતા. શોપિંગ સેન્ટરની નજીક રોડ પર ફેરિયા પાસે ઉભા રહી ખરીદી કરી રહયા હતા. દરમિયાન અંદાજે 3 લૂંટારૂ મોટરસાયકલ પર પિંકી બેનની પાછળથી આવી તેમના પર્સને આંચકી લઇ ફરાર થઇ ગયા હતા. પિંકી બેને બૂમો લગાવી પાછળ દોડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લૂંટારૂઓ પળવારમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર ધટના CCTVમાં કેદ થઇ હતી. ત્યારે ભોગ બનાનાર મહિલાએ ખટોદરા પોલીસ મથકમાં પર્સમાં રહેલી રોકડ રકમ રૂ 9 હાજર અને મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી લઇ CCTVના આધારે આગળની વધુ તપાસ હાથ કરી છે.