ETV Bharat / city

કામરેજમાં મહિલાએ ફ્લેટની રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરે ત્રાહિત વ્યક્તિને વેચી દીધો

સુરત જિલ્લાના કામરેજમાં 2016માં મહિલાએ ફ્લેટની ખરીદીના સોદા બાદ તમામ રકમ ચૂકવી દેવા છતાં બિલ્ડરે દસ્તાવેજ નહીં કરી આપી ત્રાહિત વ્યક્તિને ફ્લેટ વેચી દીધો હતો. ત્યારબાદ બિલ્ડરે ક્ષેત્રફળમાં નાનો ફ્લેટનો દસ્તાવેજ મહિલાને કરી આપ્યો હતો. પરંતુ તેની તફાવતની રકમ 2.70 લાખ રૂપિયા વાર્ષિક 18 ટકાના દરે વળતર ચૂકવવાનું નક્કી થયું હતુ. છતાં બિલ્ડરે ચુકવણી નહીં કરતાં અંતે મહિલાએ બિલ્ડરબંધુઓ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કામરેજમાં મહિલાએ ફ્લેટની રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરે ત્રાહિત વ્યક્તિને વેચી દીધો
કામરેજમાં મહિલાએ ફ્લેટની રકમ ચૂકવી દીધી હોવા છતાં બિલ્ડરે ત્રાહિત વ્યક્તિને વેચી દીધો
author img

By

Published : May 29, 2021, 1:20 PM IST

  • 2016માં મહિલાએ ફ્લેટ ખરીદ્યો હતો
  • મહિલાએ ફ્લેટના અવેજ પુરી રકમ ચૂકવી હતી
  • બિલ્ડરે ફ્લેટ ત્રાહિત વ્યક્તિને વેચી દીધો હતો

સુરત: સુરતના કામરેજ તાલુકાના શ્રીજી રો હાઉસમાં રહેતા અને મૂળ ઓલપાડ તાલુકાનાં કંથરાજ ગામના લલિતાબેન ગોવિંદભાઈ ચૌહાણ તેના નાના દીકરા પ્રવીણભાઈ સાથે રહે છે. વર્ષ 2016માં તેણીને સબંધી નિતિન ઠાકોર પરમારએ મહેન્દ્રભાઈ નાથા ભાઈ વડોદરિયા સાથે મુલાકાત કરાવી હતી. અને તેમની સાથે મકાન ખરીદીની વાતચીત થઈ હતી. તે સમયે બંનેએ લલિતાબેનને કામરેજ ચાર રસ્તા નજીક ખુલ્લી જગ્યા બતાવી અહી એપાર્ટમેંટ બનવાના હોવાનું જણાવ્યુ હતું.

13.15 લાખ રૂપિયાના થયો હતો સોદો

લલિતાબેને ફ્લેટ ખરીદવાની ઈચ્છા દર્શવાતા 16મી ઓક્ટોબર 2016ના રોજ કામરેજના ગોલ્ડન પ્લાઝા ખાતે બેઠક કરી હતી. અને નવા બનનાર શ્રેમિત પ્લાઝામાં 205 નંબર નો ફ્લેટ 13.15 લાખ રૂપિયાની કિંમતે ખરીદવાનું નક્કી થયું હતું. અને ટોકન પેટે બિલ્ડર મહેન્દ્ર વડોદરિયાને રૂ. 5 લાખ ચુકવ્યા હતા. અને બાકીના આઠ લાખ 15 હજાર પંદર માહિનામાં ચૂકવી દેવાની શરતે સોદા ચિઠ્ઠી બનાવવામાં આવી હતી. 16-3-2018 સુધીમાં લલિતાબેને તમામ રકમ ચૂકવી દેતાં ફ્લેટ નંબર 205નો કબ્જો અને દસ્તાવેજ કરી આપવા માટે જણાવતા બિલ્ડર ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં પરિવારને ખુશ કરવા યુવક બન્યો નકલી જજ, પોલીસે કરી ધરપકડ

ભૂલથી ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો હોવાનું બિલ્ડરે જણાવ્યું હતું

લલિતાબેને મહેન્દ્રના ભાઈ અલ્પેશ વડોદરિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યુ હતું કે, ભૂલથી ફ્લેટ નંબર 205 બીજાને વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે. થોડા સમયમાં તમારા તરફે દસ્તાવેજ કરી આપીશું. જેમાં થોડો સમય લાગશે. જો કે ત્યારબાદ 205ની જગ્યાએ 201 નંબરના ફ્લેટનો ત્રાહિત વ્યક્તિ પાસેથી દસ્તાવેજ કરાવી આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં આંગણવાડીમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ

મૂળ ફ્લેટની જગ્યાએ નાનો ફ્લેટ આપ્યો અને તફાવતની રકમ ન ચૂકવી

ફ્લેટ ક્ષેત્રફળમાં નાનો હોય ફ્લેટ વેચી આપવા અને તેના તફાવતની રકમ 2.70 લાખ રૂપિયા વાર્ષિક 18 ટકાના વળતર લેખે ચૂકવી આપવાનું નક્કી થયું હતું. પરંતુ બિલ્ડર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની ચુકવણી થઈ ન હતી. આથી લલિતાએ બિલ્ડર મહેન્દ્ર નાથાભાઈ વડોદરિયા અને અલ્પેશ નાથાભાઈ વડોદરિયા સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.