ETV Bharat / city

સુરત ગણેશ ઉત્સવ સમિતિનો મહત્વનો નિર્ણય, 2 ફૂટ માટીની મૂર્તિ સ્થાપિત કરી શકાશે - સુરત ગણેશ ઉત્સવ સમિતિ

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે આ વખતે સાદગીથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. સુરત ગણેશ ઉત્સવ સમિતિએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાઈડ લાઈન્સ બહાર પાડી છે. જેમાં માત્ર 2 ફૂટની માટીની મૂર્તિ સ્થાપિત કરવા અંગે કહેવામાં આવ્યું છે.

ETV BHARAT
સુરત ગણેશ ઉત્સવ સમિતિનો મહત્વનો નિર્ણય, 2 ફૂટ માટીની મૂર્તિ સ્થાપિત કરી શકાશે
author img

By

Published : Jul 2, 2020, 8:23 PM IST

સુરત: કોવિડ-19ના વધતા સંક્રમણના કારણે આ વખતે શહેરમાં ગણેશ ભક્તો વિશાળ પ્રતિમા કે ભવ્ય મંડપ અને શોભાયાત્રા કાઢી શકશે નહીં. સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે, શહેરીજનો માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરી શકશે. આ ઉપરાંત મંડપ પણ બાંધી શકશે નહીં અને ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ પણ કરી શકાશે નહીં.

સુરત ગણેશ ઉત્સવ સમિતિનો મહત્વનો નિર્ણય, 2 ફૂટ માટીની મૂર્તિ સ્થાપિત કરી શકાશે

મહારાષ્ટ્ર બાદ સુરતમાં ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં ગણેશ ઉત્સવ સમિતિએ ખાસ ગાઇડ લાઇન્સ બહાર પાડી છે. જે અનુસાર શહેરીજનો માત્ર 2 ફૂટના ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકશે.

સુરતમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન લાખો રૂપિયા ખર્ચીને શોભાયાત્રા યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હતા, પરંતુ આ વખતે કોવિડ-19 ના કારણે શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ રોડ કે શેરીઓમાં પણ ગણેશ પંડાલ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જેથી હવે લોકોએ 2 ફૂટ પ્રતિમાની સ્થાપના કરી, ઘરમાં જ પ્રતિમાનું વિસર્જન કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.