ETV Bharat / city

સુરતના 10થી વધુ વેપારીઓ સાથે હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ કરી 42.55 લાખની છેતરપિંડી - અગ્રવાલ દંપતી

સુરત શહેર રિંગરોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા 10થી વધારે આ વેપારીઓ પાસેથી હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ 42.55 લાખનો સાડીનો માલ ખરીદી કરીને પેમેન્ટ નહીં ચૂકવીને છેતરપિંડી કરી હતી. વેપારીએ પેમેન્ટની માંગણી કરતા હાથ પગ તોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

surat
surat
author img

By

Published : Mar 17, 2021, 12:49 PM IST

  • 10થી વધારે વેપારીઓ પાસેથી સાડીઓ મંગાવી હતી
  • હાથ પગ તોડીને જાનથી મારી નાખવાની ધમકી
  • છેતરપિંડી કરનારા દંપતીએ રૂપિયા 42.55 લાખનું પેમેન્ટ ચૂકવ્યું ન હતુ

સુરત: ભટાર અલ્થાન ખાતે શ્રીનિવાસ સ્વસ્તિક પાર્કમાં રહેતા 48 વર્ષિય મુકેશ રામનિવાસ ગુપ્તા કે જેઓ મૂળ હરિયાણાના વતની છે અને કાપડના વેપારી છે. મુકેશભાઈ દ્વારા હૈદરાબાદના બિલ્લા નંબર 1 લક્ષ્મીરામ પેરેડાઇઝ વેંકટેશ્વરા એન્કલેવ ખાતે રહેતા વંદનાબેન પ્રદીપભાઈ અગ્રવાલ તથા તેમના પતિ પ્રદીપ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો: સુરતના યુવકને બેંક કર્મચારીની ઓળખ આપી મહિલાએ કરી છેતરપિંડી

અલગ-અલગ 10થી વધારે વેપારીઓ પાસેથી સાડીઓ મંગાવી હતી

વંદનાબેન લક્ષ્મી પૂજા ટેક્સટાઇલના નામે છેતરપિંડી કરતા હતા. ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2018માં ઓકટોબરથી ડિસેમ્બર માસ સુધી અગ્રવાલ દંપતીએ રિંગ રોડ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શારદા નામની દુકાન ધરાવતા મુકેશભાઈને વિશ્વાસ ભરોસો આપ્યો હતો. તેમજ અલગ-અલગ ચલનથી રૂપિયા 3,36,080ની સાડીઓ મંગાવી હતી. આ ઉપરાંત અલગ-અલગ 10થી વધારે વેપારીઓ પાસેથી સાડીઓ મંગાવી હતી.

આ પણ વાંચો: સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને રૂપિયા 25 લાખની છેતરપિંડી

અગ્રવાલ દંપતીએ રૂપિયા 39,18,965 રૂપિયાની સાડીઓ ખરીદી હતી

દંપતીએ સમયસર પેમેન્ટ નહીં ચૂકવતા પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી. પેમેન્ટની માંગણી કરતા પ્રદીપ નરવાલ ઉશ્કેરાઇને ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેમજ હાથ પગ તોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગ્રવાલ દંપતીએ આ સિવાય બીજા 10થી વધારે વેપારીઓ પાસેથી અલગ-અલગ તારીખે અલગ-અલગ બિલ ચલણથી રૂપિયા 39,18,965 રૂપિયાની સાડીઓ ખરીદી હતી અને કુલ રૂપિયા 42.55 લાખનું પેમેન્ટ ચૂકવ્યું ન હતુ. સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.