ETV Bharat / city

Husband Killed Wife :સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી, શું છે મામલો જાણો - Surat Murder Crime News

પતિપત્ની વચ્ચે ગૃહકંકાસના કારણે ન થવાનું થઇ જતું હોય છે. વાત છે સુરતના ફુલવાડીમાં રહેતાં પતિએ પત્નીની હત્યા કરી તેની. શું છે મામલો જોઇએ.હત્યારા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને પગલે પોલીસે કાર્યવાહી (Accused Irfan Sheikh arrested) હાથ ધરી હતી.

Husband Killed Wife :સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી, શું છે મામલો જાણો

author img

By

Published : Jul 2, 2022, 8:22 PM IST

સુરત - ચોકબજાર ફુલવાડી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પતિ કામ ધંધો કરતો ન હતો. જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પતિએ આવેશમાં આવી પત્નીનું ગળું દબા‌વી હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી

શું છે મામલો- ચોકબજાર સ્થિત ફૂલવાડી વિસ્તારમાં રહેતા ઈરફાન શેખ ઈશાક શેખે તેની પત્ની આફરીનની ગળું દબાવી હત્યા કરી હતી. લગ્નજીવન દરમિયાન ઈરફાન એક પુત્રનો પિતા બન્યો હતો. છતાં કોઈ કામ કરતો નહોતો. આથી તેનો પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ગતરાત્રે પણ બંને વચ્ચે ફરી કામ કરવા બાબતે ઝઘડો થયો હતો. તે દરમિયાન ઇરફાને આફરીનનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Husband Blast Detonater to kill wife : મેઘરજમાં પતિએ પત્નીનો જીવ લેવા આત્મઘાતી બ્લાસ્ટ કર્યો, દુકાનોમાંથી મળ્યાં ડીટોનેટર

ગળાના ભાગે ઈજાના નિશાન - આ તરફ તેના ઘરે પહોંચેલા પરિવારજનોને આફરીન બેભાન થઈ ગઈ હોવાનું લાગતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ તેના ગળાના ભાગે ઈજાના નિશાનને લીધે સુરત ચોકબજાર પોલીસે (Surat Chowk Bazar Police) પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટના આધારે ઈરફાન વિરુદ્ધ હત્યાનો ગુનો Surat Murder Crime News નોંધી તેની અટકાયત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.