સુરતઃ ઝારખંડની મંજૂદેવી સિલાઈ કામ અપાવવાના બહાને 30 જેટલી યુવતીઓને છેતરીને ગુજરાત લાવી હતી. આ મહિલાએ તમામ યુવતીઓને સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી મીંઢોળા ફૂડ ફેકટરીમાં કામ કરવા લઈ આવી હતી. આ 30 યુવતીઓમાં 5 સગીર વયની કિશોરીઓ અને 25 યુવતી પુખ્ત વયની છે.
ઝારખંડમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફેક્ટરીમાંથી તમામ 30 યુવતીઓને છોડાવી નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપી છે. ત્યારબાદ પોલીસે આરોપી મંજૂબેનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, સુરતમાંથી 130 બાળકો મુક્ત કરાવ્યા
સુરતના પુનાગામ વિસ્તારમાંથી માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું છે. રાજસ્થાન પોલીસ, રાજસ્થાન બાળ વિકાસ આયોગ તેમજ સેન્ટ્રલ આઈબીની ટીમ સહિત પુના પોલીસે સીતાનગર સોસાયટીમાંથી મળસ્કેના પાંચ વાગ્યે છાપો મારી રેકેટનો પર્દાફાશ કર્યો છે.
સ્પાની આડમાં દેહવ્યાપારઃ સુરતની મહિલાએ 15 વર્ષીય કિશોરી પાસે જબરદસ્તી દેહવ્યાપાર કરાવ્યો
સ્પાની આડમાં સુરત શહેરમા ચાલતા ગોરખધંધાનો ઘણીવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસને આ અંગે જાણ હોવા છતા તેમના નાક નીચે આ ધંધો જોરશોરમાં ચલાવવામા આવતો હોય છે. આવા જ એક ગોરખધંધામા 15 વર્ષીય કિશોરીને જબરજસ્તી લઇ જવામા આવી હતી. કિશોરીને અલગ અલગ સ્પામાં આવતા ગ્રાહકો સાથે શરીર સંબધ બાંધવા મજબૂર કરવામા આવતી હતી. જો કે, બાદમા કિશોરી ત્યાથી ભાગી છૂટતા ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. ઉમરા પોલીસે હાલ ગોરખંધંધો ચલાવનારી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.