ETV Bharat / city

સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ, 3 લોકો આગમાં હોમાયા

સુરતમમાં પલસાણા ખાતે આવેલ એક પ્રાઇવેટ મિલમાં આજે ભીષણ આગ લાગી(huge fire broke out in a private mill in Surat) હતી, આગે ખુબજ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી, આગની ઝપેટમાં આવી જતા ત્રણ લોકોના મોત(3 killed in fire in Surat) થયા છે.

સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ
સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ
author img

By

Published : Jan 20, 2022, 5:50 PM IST

સુરત : સુરતની અંદર આવેલ પ્રાઇવેટ મિલમાં આજે બપોર ભીષણ આગ લાગી(huge fire broke out in a private mill in Surat) હતી. આગની લહેરો બિલ્ડીંગના બીજા માળે પહોચી જતા ત્યા કામ કરતા ત્રણ લોકો આગની લપેટમાં આવી જતા જ ઘટના સ્થળે જ મોત(3 killed in fire in Surat) થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ

12 કલાકની મહેનતે આગ પર કાબુ મેળવાયો

પલસાણા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં આજે બપોરે 3:30 કલાકે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા માટે પલસાણા, બારડોલી અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવામાં આવ્યો હતો, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મીલની ઓફિસની અંદર મિસ્ત્રી કામ કરતા રાજસ્થાનથી આવેલા ત્રણ કારીગરો આગમાં હોમાઇ ગયા છે.

બિલ્ડીંગના બીજા માળેથી મળી આવ્યા મૃતદેહ

ત્રણ કારીગરો આગની ઘટના સમયે ગાયબ દેખાતા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી તે દરમિયાન, ફાયરના જવાનોને મીલના બીજા માળેથી કિશન સુથાર, જગદીશ સુથાર અને પ્રવીણ સુથાર નામના કારીગરોના મૃતદેહ મળી આવ્યા હતા, આ બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Fire in Surat: સુરતના પલસાણાની મિલમાં લાગી ભીષણ આગ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ફાયર બ્રિગેડની લેવાઈ મદદ

આ પણ વાંચો : સુરતમાં ખાનગી બસમાં આગ લાગતા મહિલા સહીત ત્રણ લોકો દાઝયા, એકનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.