સુરતનું હીરા બજાર છેલ્લા કેટલાક સમયથી મંદીમાં સપડાયું છે. સામાન્ય રીતે નાના ઉદ્યોગોથી લઈને મોટા ઉદ્યોગો પર મંદીની માર ન પડ્યો હોય કૂદકે ને ભુસકે વધી રહેલી મોંઘવારીની માર સામાન્યથી લઈ ગરીબ વર્ગના લોકોને પડી છે. ત્યારે સુરતના હીરા બજાર જે રત્નકલાકારો પર નિર્ભર કરે છે તેઓની હાલત દયનિય બની છે તેમજ નાના હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે જેના કારણે રત્નકલાકારોને પૂરતું કામ સુધા મળી રહ્યું નથી.
એક સમયે જે રત્નકલાકારો બેગણો પગાર પાડતા હતા તેઓનો આજે અડધો પગાર પણ નથી મળી રહ્યો. જેના કારણે ઘરખર્ચ સહિતના ખર્ચા કાઢવા પણ રત્નકલાકારોને મુશ્કેલ પડી રહ્યું છે. રત્નકલાકારોને પડતી હાલાકી સામે હવે ઘરની મહિલાઓ જ આગળ આવી છે. મહિલાઓએ ઘરના સભ્યને તકલીફ ન પડે અને ઘરના ભાડા સહિત બાળકોના અભ્યાસ માટેનો ખર્ચ નીકળી જાય તેને લઈ ઘર બેઠા જ જોબવર્ક કરી રહી છે. સરથાણા સ્થિત પંચવટી સોસાયટીની મહિલાઓ પોતાના ઘટખર્ચ માટે આ પ્રયાસ કરી રહી છે.
સુરતના હીરા બજારમાં રત્નકલાકારોને પૂરતું કામ ન મળતા આપઘાત સુધીના પગલાં ભરી રહ્યા છે ત્યારે રત્નકલાકારોની ઘરની મહિલાઓ હવે આગળ આવી રહી છે અને ઘરખર્ચ કાઢવા માટે હાથ વટાવી રહી છે.