ETV Bharat / city

હોલસેલમાં 150 રૂપિયામાં મળતી PPE કિટના અનેક હોસ્પિટલોએ 1 હજાર રૂપિયા વસૂલ્યા, હવે તપાસ થશે !

કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાટક સાબીત થઈ હતી. ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓ પાસેથી અનેક હોસ્પિટલોએ વધુ ચાર્જ વસૂલ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. હોલસેલમાં 150 રૂપિયામાં મળતી PPE કીટના અનેક હોસ્પિટલોએ 1000 રૂપિયા વસૂલ્યા હોય તેવી ફરિયાદો ઉઠતા સુરત મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ કરી દર્દીના પરિવારને રિફંડ આપવાનું કામ કરશે.

author img

By

Published : Jul 2, 2021, 11:01 PM IST

હોલસેલમાં 150 રૂપિયામાં મળતી PPE કિટના અનેક હોસ્પિટલોએ 1 હજાર રૂપિયા વસૂલ્યા

  • ખાનગી હોસ્પિટલોએ કોરોનાની બીજી લહેરમાં PPE કિટના રૂપિયા વધુ વસુલ્યા હોવાની અનેક ફરિયાદો
  • મહાનગર પાલિકા દ્વારા કમિટીની રચના કરી તપાસ કરાશે
  • તપાસ હાથ ધરી દર્દીના પરિવારને રિફંડ આપવાનું કામ કરવામાં આવશે

સુરત: કોરોનાની બીજી લહેર સૌથી ઘાતક રહી હતી. સુરતમાં ભલે હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી હોય, પરંતુ હાલ પણ લોકો પ્રાઇવેટ હોસ્પિટલના લાખો રૂપિયાના બિલોને લઈ આહત છે. હોલસેલમાં જે PPE કીટ હાલ 150 રૂપિયામાં મળે છે તે PPE કિટના ઘણી હોસ્પિટલોએ 1000 રૂપિયા સુધી વસુલ્યાં હતા. આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા હવે પાલિકાએ એક ટીમની રચના કરી છે. જે ફરિયાદ મુજબ ખાનગી હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવેલા બીલોની તપાસ કરશે અને જો અયોગ્ય રીતે દર્દી પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હશે, તો તેમને હોસ્પિટલમાંથી નાણા પરત અપાવવામાં આવશે.

અનેક હોસ્પિટલોએ દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો

કોરોના સંક્રમણને પગલે એક સમયે હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી. સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી હતી. સારવારના દર પણ નક્કી કરાયા હતા, જેથી દર્દીઓને ખોટી રીતે ખંખેરી લેતી હોસ્પિટલો પર બ્રેક લાગે. તેમછતાં અનેક હોસ્પિટલોએ દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મસમોટા બિલ બનાવી દીધા હતા. જેની અનેક ફરિયાદો ઉઠી હતી. PPE કીટના વધુ બિલ વસૂલવામાં આવ્યાં હોય તેવી પણ અનેક ફરિયાદો ઉઠી હતી. બજાર ભાવમાં માત્ર 500 રૂપિયામાં મળતી PPE કીટ માટે દિવસના 1000 રૂપિયા વસુલવામાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે હવે પાલિકા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. અનેક ખાનગી હોસ્પિટલો દ્વારા જે સારવારના નામે લૂંટ મચાવવામાં આવી હતી. તેની તપાસ હાથ ધરી દર્દીના પરિવારને રિફંડ આપવાનું કામ આ કમિટી કરશે.

આ પણ વાંચોઃ માત્ર PPE કીટની ખરીદીમાં સરકારે વાપર્યા 31 કરોડ રૂપિયા

મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવી

અનેક ફરિયાદો બાદ સુરતના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે પાલિકામાં રજૂઆત કરી હતી કે, જે રીતે વડોદરામાં સારવારના દર નક્કી કરવા છતાં અને હોસ્પિટલોએ મસમોટા બિલ વસૂલ કર્યા હતા. જેથી તેની ફરિયાદ બાદ કમિટીની રચના કરવામાં આવી હતી, તે જ રીતે સુરતમાં પણ મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે ચૂંટાયેલા કોર્પોરેટર પાલિકાના બે અધિકારી અને સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર કમિટીમાં રહેશે.

બજારમાં કીટ 300થી 500 રૂપિયાની મળતી હતી

કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે, ઘણી બાબતો ધ્યાનમાં આવી છે અને ખાસ કરીને PPE કીટ માટે પણ ઘણી હોસ્પિટલોએ રોજના 1 હજાર રૂપિયા વસૂલ્યાં છે. જ્યારે બજારમાં કીટ 300થી 500 રૂપિયાની મળી રહેતી હોય છે. બીજી બાજુ જ્યારે કોઈ ડોક્ટર રાઉન્ડ પર નીકળે ત્યારે એક જ PPE કીટમાં ઘણા દર્દીઓને જોઈ શકે છે આવી અનેક રજૂઆતો બાદ કમિટી ફરિયાદને આધારે તપાસ કરશે.

આ પણ વાંચોઃ કેશોદમાં કોરોના સંક્રમિત દર્દીને પહેરાવવામાં આવેલી PPE કીટ જાહેરમાં ફેંકાઇ

કેટલીય હોસ્પિટલોએ PPE કીટના 1000 રૂપિયાથી વધારે વસુલ્યાં

PPE કીટના હોલસેલર સુમિત ગર્ગે જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર વખતે અમારી માટે PPE કીટ નવી બાબત હતી. તેનું પ્રોડકશન પણ ભારતમાં થતું નહોતું. અમે પ્રોડક્શનની શરૂઆત કરી તે વખતે પણ ડિમાન્ડ વધારે હતી. પરંતુ કોરોના બીજી વેવ વખતે ડિમાન્ડ વધારે હોવાના કારણે અમે પહેલેથી PPE કીટનું વધારે ઉત્પાદન કર્યું હતું. જેથી બીજી લહેરમાં સ્ટોકમાં PPE પણ પર્યાપ્ત માત્રામાં હતી. જેના કારણે કીટની અછત સર્જાઈ ન હતી. સારામાં સારી ક્વોલિટીની PPE કીટ અમે 150 રૂપિયામાં હોસ્પિટલોમાં આપતા હતા. બજારમાં પણ 350થી 500 રૂપિયામાં છૂટથી મળી રહેતી હતી. ઘણા કેસોમાં અમારા ધ્યાનમાં પણ આવ્યું છે કે, હોસ્પિટલોએ PPE કીટના 1000 રૂપિયાથી વધારે વસુલ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.