સુરત: સુરતમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 44 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે પર્વત પાટિયા અમરોલી લિંબાયત રાંદેર, જહાંગીરપુરા, અડાજણ, પાલ, અઠવાઇલાઇન્સ, ઉધના, રીંગ રોડ, વરાછામાં વરસાદ પડ્યો છે. સુરતમાં 3 દિવસથી મેઘ મહેર થતાં પર્વત પાટિયા પાસે પાણી ભરાયાં છે.ખાડી ઓવરફલો થતાં પાણી ઘરોમાં ઘૂસ્યાં છે. ફાયર ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર શરુ કરાયું છે. અનેક વિસ્તારોમાં પોલીસ અને ફાયરની ટીમ તહેનાત કરાઈ છે અને નીચાણવાળા વિસ્તારમાંથી બોટ દ્વારા રેસ્ક્યુ શરુ કરાયું છે જેમાં અત્યાર સુધીમાં 108 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સનીયા ગામ જળબંબાકાર થતા મંદિરમાં પાણી ભરાતાં પાંચ લોકો ફસાયાં હતાં જેને બોટ દ્વારા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.
સુરતની ખાડીની સપાટી...
કાંકરા ખાડી- 6.60 મીટર પર..ભયજનક સપાટી 6.50 મીટર છે. ભેદવાડ ખાડી-7.00 મીટર પર...ભયજનક સપાટી 6.75 મીટર છે.મીઠી ખાડી-8.90 મીટર પર..ભયજનક સપાટી 7.50 મીટર છે. ભાઠેના ખાડી-7.00 મીટર..ભયજનક સપાટી 7.70 મીટર છે અને સીમાડા ખાડી- 5.50 મીટર..ભયજનક સપાટી 5.40 મીટર છે.
શહેરમાં ભારે વરસાદના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ
અનેક લોકો ફસાતાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી
શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 108 જેટલા લોકોને રેસ્ક્યૂ કરાયાં
કાંગારૂ સર્કલ પાસેથી 75 જેટલા લોકોનું રેસ્ક્યુૂ
પર્વત ગામ અને માધવનગર વિસ્તારમાંથી 15 લોકોનું રેસ્ક્યૂ