ETV Bharat / city

હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ

કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના પ્રખ્યાત સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ
હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ
author img

By

Published : Apr 27, 2021, 5:17 PM IST

Updated : Apr 27, 2021, 7:56 PM IST

  • માત્ર 3 દિવસના ગાળામાં 250 બેડનું કોવિડ હોસ્પિટલ તૈયાર કરાયું
  • લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને 30 ટકા વધારીને 185 મેટ્રીક ટન કરાયું
  • મંગળવારના રોજ આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ખાતે હોસ્પિટલ શરૂ કરાઈ

સુરત: રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને 92 હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે, ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ખાતે 250 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી.

આ પણ વાંચો: સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર એક દિવસ ચાલે એટલો જ ઓક્સિજન ઉપલબ્ધ, જથ્થો વધારવા કરાઈ રજૂઆત

ઓક્સિજનની માગને પહોંચી વળવામાં મદદરૂપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતના ઉત્પાદકોને કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની માગને પહોંચી વળવામાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. આર્સેલર મિત્તલે રાજ્ય અને કેન્દ્ર સરકારના આ આહ્વાનને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે.

હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ

ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય

ગુજરાતમાં સુરત નજીક આવેલા હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને 30 ટકા વધારીને 185 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ

માત્ર 72 કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટના મેનેજમેન્ટ દ્વારા માત્ર 72 કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં 1,000 બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ જ ઝડપથી કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે. મંગળવારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ હંગામી કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ જાણીતા ઉદ્યોગપત લક્ષ્મી મિત્તલ કઝાખિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જ્યારે સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જોડાયા હતા.

Last Updated : Apr 27, 2021, 7:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.