ETV Bharat / city

જિમ સંચાલકોએ મનપા કચેરી બહાર કસરત કરી વિરોધ નોંધાવ્યો - જિમ સંચાલકોના સમાચાર

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ જિમો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇ જિમ સંચાલકો અને ટ્રેનરો રોષે ભરાયા છે અને સોમવારે મોટી સંખ્યામાં જિમ સંચાલકો અને ટ્રેનરો મનપા કચેરી બહાર પહોંચીને કસરત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

જિમ સંચાલકો અને ટ્રેનરોએ મનપા કચેરી બહાર કર્યો વિરોધ

author img

By

Published : Mar 22, 2021, 3:07 PM IST

  • જિમ બંધ કરવાનો મનપાનો આદેશ
  • જિમ સંચાલકો અને ટ્રેનરો રોષે ભરાયા
  • જિમ સંચાલકો અને ટ્રેનરોએ મનપા કચેરી બહાર કર્યો વિરોધ

સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસો દોઢ હજારથી પણ વધુ નોંધાયા છે. જેને લઇને મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપા દ્વારા સિટી બસ સેવા, થિયેટરો, બાગ બગીચાઓ અને જિમ બંધ કરવાની સૂચના આપી દીધી છે. જેને લઇને જિમ સંચાલકો રોષે ભરાયા છે. મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં જિમ સંચાલકો અને ટ્રેનરો એકઠા થયા હતા અને મનપા કચેરી બહાર જિમના સાધનો વડે કસરત કરી વિરોધ નોંધાવ્યો હતો. જિમ સંચાલકોનું કહેવું છે કે જિમમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યા હોય તેવું હજુ સુધી બન્યું નથી. તેમજ જિમમાં તમામ પ્રકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા ટ્રેનરોને ઘર ચલાવવામાં અને સંચાલકોને જિમના ભાડા ભરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના જીમ સંચાલકોની ફરીથી જિમ અને જિમ્નેશિયમ ચાલુ કરવા સરકાર સમક્ષ માગ

મનપા કચેરી બહાર જ કસરત કરીને વિરોધ નોંધાવ્યો

મનપા દ્વારા વધતા જતા કોરોના સંક્રમણને લઈને જિમ બંધ કરવામાં આવ્યા છે. જેને લઇને અગાઉ પણ જિમ સંચાલકો અને ટ્રેનરોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. સોમવારે ફરી એક વખત આ વિરોધ સામે આવ્યો હતો. રોષે ભરાયેલા જિમ ટ્રેનરો અને લોકો મનપા કચેરી બહાર પહોંચ્યાં હતા અને રોડ પર જિમના સાધનો અને ડમબલ વડે કસરત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી જીમ ચાલુ નહીં થાય ત્યાં સુધી રોડ પર જ ઊભા રહીને કસરત કરીશું તેવું તેમણે જણાવ્યું હતું.

જિમ બંધ કરવાનો મનપાનો આદેશ

ધર અને જિમના ભાડા ભરવામાં મુશ્કેલી

જિમ સંચાલકોએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને લઈને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને અનલોકના તબક્કામાં પણ જિમને છૂટ આપવામાં આવી ન હતી. જેને લઇને અગાઉથી જ તેઓની હાલત કફોડી બની હતી. આ ઉપરાંત હાલમાં થોડા સમય પહેલા છૂટછાટ આપવામાં આવી હતી અને ફરી એક વખત જિમ બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને જિમ ટ્રેનરોને ઘર ચલાવવામાં અને સંચાલકોને જિમના ભાડા ભરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ પણ વાંચોઃ આખરે 125 દિવસના લાંબા વિરામ બાદ જૂનાગઢમાં જીમ-જિમ્નેશિયમ ફરી શરૂ થયાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.