ETV Bharat / city

માંગરોલની દરગાહમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ - દરગાહ, ગુરુપૂજન

સુરતના માંગરોલ ખાતે આવેલા ઐતિહાસિક મોટામિયાં ખાતે આજરોજ શનિવારે ગુરુપૂર્ણિમા ( Guru purnima 2021 )ના પાવન અવસર પર હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, દરગાહ ( Gurupujan in Dargah ) ખાતે આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

માંગરોલની દરગાહમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

author img

By

Published : Jul 24, 2021, 5:44 PM IST

Updated : Jul 24, 2021, 7:18 PM IST

  • માંગરોલની મોટામિયાં દરગાહ પર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
  • હિન્દૂ મુસ્લિમ એકતાની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી દરગાહ
  • કોમી એકતા રાખવાનો ગાદીપતિએ આપ્યો સંદેશો

સુરત : સમગ્ર દેશમાં આજે શનિવારના દિવસે ગુરુપૂર્ણિમા( Guru purnima 2021 )ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ અવસરે માંગરોલ ખાતે હિન્દૂ મુસ્લિમ એકતાની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા ( Gurupujan in Dargah )ના અવસર નિમિત્તે સુરતના માંગરોલ ખાતે આવેલા ઐતિહાસિક મોટામિયાં દરગાહની ગાદી ખાતે સાદગીભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

ગાદીપતિ દ્વારા લોક કલ્યાણ અંગે સંદેશો

પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ ઘેર-ઘેર ગાય પાળો, કોમી એકતા - ભાઈચારો વધારો, માનવસેવા, વ્યસનમુક્તિ અને ઘેર ઘેર વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, તેમના સુપુત્ર અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દરગાહના ગાદીપતિ દ્વારા લોક કલ્યાણ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આજે ગુરુપૂર્ણિમા: અપૂર્વમુની સ્વામીએ આપ્યો મહત્વનો સંદેશ

કન્યા કેળવણી તથા શિક્ષણ પર ભાર મુકવો

દરગાહના ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ ગુરુપૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે, આધુનિક યુગમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઇ ગઇ છે, પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં જાળવવી જરુરી છે, એટલે જ જીવન અને તેની સાથે સંકળાયેલા ગુણવાનપણાંનો ગૂઢાર્થ સમજાવતો સ્ત્રોત એટલે જ ગુરુ, જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે. બદલાતા સમયમાં ભલે ઘણુંય બદલાતું રહે, પરંતુ પ્રાચીનકાળથી લઇ આધુનિક કાળમાં પણ અધ્યાત્મનો ઉદ્દેશ યથાવત્ રહ્યો છે, આ ઉપરાંત તેમણે કહ્યું કે, આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલા ઉપદેશને અનુસરવા સંકલ્પ કરવો જોઇએ, આ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા અંગે પણ આહવાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.

Last Updated : Jul 24, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.