ETV Bharat / city

ગુજરાતની જલપરી કલ્યાણીએ 'ખેલો ઈન્ડિયા' તરણ સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ - ખેલો ઈન્ડિયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી દીકરી કલ્યાણીએ ગુવાહાટીમાં સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. કલ્યાણીએ ગુવાહાટીમાં 'ખેલો ઈન્ડિયા' તરણ સ્પર્ધામાં 3 ગોલ્ડ મેળવીને સુરત સાથે સમગ્ર ગુજરાતનો ડંકો વગાડ્યો છે.

ETV BHARAT
ગુજરાતની જલપરી કલ્યાણીએ 'ખેલો ઈન્ડિયા' તરણ સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ
author img

By

Published : Jan 22, 2020, 5:07 PM IST

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની કલ્યાણી સક્સેના ગુજરાતની જલપરી બની છે. કારણ કે, સુરતની આ દિકરીએ ગુવાહાટી ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા-2020માં ગુજરાત માટે તરણ સ્પર્ધામાં સતત ત્રણ ગોલ્ડ મેડલ સાથે હેટ્રીક કરી છે.

ETV BHARAT
ગુજરાતની જલપરી કલ્યાણીએ 'ખેલો ઈન્ડિયા' તરણ સ્પર્ધામાં મેળવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ

કલ્યાણી સક્સેનાએ 'ખેલો ઈન્ડિયા'માં થયેલી ત્રણ સ્પર્ધામાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા અંડર-21 કેટેગરીમાં કલ્યાણીએ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમણે આ કીર્તિ માત્ર 02:49:97ના સમયગાળા સાથે પ્રાપ્ત કરી છે. અગાઉ પણ કલ્યાણી આ સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે અને ત્રીજો ગોલ્ડ મેળવી કલ્યાણીએ હેટ્રિક સર્જી છે. આ હેટ્રિક સાથે જ, અત્યારસુધીમાં આ સિદ્ધિ મેળવનાર એક માત્ર તરવૈયામાં કલ્યાણીના નામનો સમાવેશ થઇ ગયો છે.

કલ્યાણીએ પ્રથમ 100 મીટર બ્રેસ્ટ સ્ટોકમાં 01:20:25 સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બીજો ગોલ્ડ મેડલ તેમણે 400 મીટર આઈ.એમમાં 05:21:83 સમય સાથે મેળવ્યો હતો, જ્યારે ત્રીજો ગોલ્ડ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 02:49:97 સમયગાળા સાથે પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ તેમણે અંડર-21 ગર્લ્સ ગૃપમાં 200 મીટર આઈ.એમમાં 02:36:11ના સમય સાથે બ્રોન્ઝ મેડલ તેમજ 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 00:37:87ના સમય સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

કલ્યાણીએ 'ખેલો ઈન્ડિયા'માં ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ પ્રાપ્ત કર્યા છે. કલ્યાણી સક્સેના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સી.બી.પટેલ અને જે.એન.એમ.પટેલ સાયન્સ કૉલેજમાં SY,BSCમાં અભ્યાસ કરે છે. કલ્યાણી ઉપરાંત સુરતની જ સ્વિમર સિલ્કી નાગપુરેએ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 03:02:10 સમય સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

Intro:સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભણનાર વિદ્યાર્થીની કલ્યાણી સક્સેનાને હવે લોકો ગુજરાતની જલપરી બોલાવી રહ્યા છે.કારણેકે સુરતની આ દિકરીએ ગુવાહાટી ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા-2020માં ગુજરાત માટે તરણ સ્પર્ધામાં સતત ત્રણ ગોલ્ડ મેડલ સાથે હેટ્રીક કરી છે..

Body:કલ્યાણી સક્સેનાએ ખેલો ઇન્ડિયામાં થનાર ત્રણ સ્પર્ધામાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવી સુરત જ નહીં સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા અંડર-21 કેટેગરીમાં કલ્યાણીએ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણે આ કીર્તિ માત્ર 02:49:97 સમયગાળા સાથે હાંસલ કરી છે. અગાઉ તે આ જ સ્પર્ધામાં બે ગોલ્ડ-બે બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે અને ત્રીજો ગોલ્ડ મેળવી તેણીએ હેટ્રિક સર્જી છે અત્યાર સુધીમાં આ સિદ્ધિ સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં કોઈ મહિલા ખેલાડીએ આ મેળવી નથી.

કલ્યાણીએ પ્રથમ 100 મીટર બ્રેસ્ટ સ્ટોકમાં 01:20:25 સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.બીજો ગોલ્ડ મેડલ તેણે 400 મીટર આઈએમમાં 05:21:83 સમય સાથે મેળવ્યો હતો જ્યારે ત્રીજો ગોલ્ડ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 02:49:97 સમયગાળા સાથે હાંસલ કર્યો છે. ત્યારબાદ તેણીએ અંડર-21 ગર્લ્સ ગૃપમાં 200 મીટર આઈ.એમમાં 02:36:11ના સમય સાથે બ્રોન્ઝ મેડલ તેમજ 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 00:37:87ના સમય સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

Conclusion:કલ્યાણીએ ખેલો ઈન્ડિયામાં ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ સહિત કુલ 5મેડલ હાંસલ કર્યા છે. કલ્યાણી સક્સેના સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સી.બી.પટેલ અને જે.એન.એમ.પટેલ સાયન્સ કોલેજમાં એસ. વાય.બી.એસસીમાં અભ્યાસ કરે છે. કલ્યાણી સિવાય સુરતની જ સ્વિમર સિલ્કી નાગપુરેએ 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં 03:02:10 સમય સાથે સિલ્વર મેડલ હાંસલ કરીને સુરતને ગૌરવ અપાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.