સુરત: શક્તિના મહાપર્વ નવરાત્રીની ઉજવણી માટે ભક્તિ ભાવપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળ બાદ ગુજરાત સહિત વિદેશમાં પણ મોટી નવરાત્રી મહોત્સવના મોટા આયોજન થઈ રહયા છે. બે વર્ષ સુધી ગુજરાત અથવા તો વિદેશોમાં પણ નવરાત્રીનું આયોજન થયુ ના હતું.
વિદેશથી આવે છે ઓર્ડર: હવે કોરોના કેસો નહીં હોવાથી આ વર્ષે ખેલૈયાઓ ધામધૂમથી નવરાત્રીમાં ગરબા રમવા માટે ઉત્સુક છે, માત્ર ગુજરાતના જ નહીં દુનિયાના જે પણ શહેરમાં ગુજરાતીઓ રહે છે, ત્યાં પણ નવરાત્રીમાં ગરબા રમવા માટે થનથનાટ જોવા મળી રહયો છે. આ માટે વિદેશમાં રહેતા ગુજરાતીઓ સુરતમાંથી લેંઘા અને ચણિયાચોળીના ઓર્ડર આપી (Gujaratis living abroad are ordering Chaniyacholi) રહ્યા છે. વેપારી નિધિ શાહે એ જણાવ્યું હતું કે, સિંગાપોર, અમેરિકા અને લંડન માં રહેતા ગુજરાતી ઉત્સવને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.
કોરોના પછી ગરબા: કોરોનાના બે વર્ષ સુધી ત્યાં નવરાત્રીનું આયોજન થયું નહોતું અને અહીંથી કોઈ પણ ઓર્ડર વિદેશમાં જઈ રહ્યો ના હતો. પરંતુ આ વખતે નવરાત્રીનું ભવ્ય આયોજન થવા જઈ રહયુ છે આ માટે વિદેશમાં રહેતા લોકો ખાસ ચણિયાચોળી નો ઓર્ડર આપી (People living abroad are ordering Chaniyacholi) રહ્યા છે. વોટ્સએપ ઉપર અમે ફોટા મોકલીએ છીએ અથવા તો ત્યાંથી લોકો વિડીયો કોલ કરીને ઓર્ડર આપે છે.